દીવા તળે અંધારું: મહુવા નગરપાલિકાના પ્રમુખ અને કારોબારી ચેરમેનના વોર્ડ નં. ૮ માં જ ગંદકી અને સમસ્યાઓનું સામ્રાજ્ય
यहाँ देखें:
📘 Facebook
ચીફ ઓફિસર માત્ર ‘નોટિસ’ આપવાના ગાણા ગાય છે, સ્થાનિક તંત્ર કુંભકર્ણ નિંદ્રામાં
મહુવા:
મહુવા નગરપાલિકાના સત્તાધીશોના પોતાના જ વિસ્તારમાં વિકાસના દાવા પોકળ સાબિત થઈ રહ્યા છે. નગરપાલિકાના પ્રમુખ તેમજ કારોબારી ચેરમેન જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરે છે તેવા વોર્ડ નંબર ૮ માં હાલ પ્રાથમિક સુવિધાઓનો સદંતર અભાવ અને અતિ બિસ્માર પરિસ્થિતિ જોવા મળી રહી છે. જેને જોઈને સ્થાનિક નાગરિકોમાં ઉગ્ર રોષ ફેલાયો છે અને લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે, "જો ખુદ નગરપાલિકાના સર્વોચ્ચ પદાધિકારીઓના પોતાના વિસ્તારની જ આટલી બદતર હાલત હોય, તો સમગ્ર મહુવા શહેરની દશા કેવી હશે?"
ગંદકી અને દુર્દશાથી સ્થાનિકો ત્રાહિમામ
વોર્ડ નંબર ૮ માં ઠેર-ઠેર કચરાના ઢગલા, તૂટેલા રસ્તાઓ અને ગટરની ઉભરાતી સમસ્યાઓને કારણે સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ચોમાસા કે સામાન્ય દિવસોમાં પણ અહીં લોકો માટે ચાલવું મુશ્કેલ થઈ પડે છે. રોગચાળો ફેલાવાની ભીતિ વચ્ચે સ્થાનિક રહીશો સતત હાલાકી ભોગવી રહ્યા છે. આટલી ગંભીર સ્થિતિ હોવા છતાં પાલિકાના જવાબદાર અધિકારીઓ દ્વારા કોઈ નક્કર કામગીરી કરવામાં આવતી નથી.
ચીફ ઓફિસર માત્ર નોટિસ આપવાના વાયદા કરે છે
આ અંગે જ્યારે જાગૃત નાગરિકો દ્વારા નગરપાલિકાના ચીફ ઓફિસરનો ફોન કે મેસેજ મારફતે સંપર્ક કરવામાં આવે છે, ત્યારે માત્ર એક જ તૈયાર જવાબ મળે છે કે "અમે સંબંધિત એજન્સીને નોટિસ આપીશું." પરંતુ વાસ્તવિકતા એ છે કે આ નોટિસો માત્ર કાગળ પર જ રહે છે અને જમીની સ્તર પર કામગીરી શૂન્ય છે. અધિકારીઓની આવી લાલિયાવાડી અને આંખ આડા કાન કરવાની નીતિથી લોકોમાં ભારે નારાજગી જોવા મળી રહી છે.
લોકોમાં ઉગ્ર રોષ: ક્યારે આવશે ઉકેલ?
જ્યાં સત્તાના સૂત્રો સંભાળનારા મુખ્ય પદાધિકારીઓ બેઠા છે ત્યાં જ જો પ્રજાની સમસ્યાઓ સાંભળવામાં ન આવતી હોય, તો સામાન્ય વોર્ડના નાગરિકોની સુનાવણી કોણ કરશે? અધિકારીઓ અને શાસકો વચ્ચેના સંકલનના અભાવે સામાન્ય જનતા પીસાઈ રહી છે. સ્થાનિક લોકોની માગ છે કે નોટિસ આપવાના નાટક બંધ કરી તાત્કાલિક ધોરણે વોર્ડ નં. ૮ સહિત સમગ્ર શહેરમાં સફાઈ અને માળખાકીય સુવિધાઓની યોગ્ય કામગીરી શરૂ કરવામાં આવે, અન્યથા આગામી દિવસોમાં પાલિકા તંત્ર સામે જનઆંદોલન છેડાય તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.