🔥 ट्रेंडिंग नागौर के अलाय में कांग्रेस और RLP के ब... Global News press announced समस्तीपुर के कल्याणपुर में धूमधाम से म... श्री मार्तंड देवसंस्थान जेजुरी व धर्मव... आदर्श नॉलेज सिटीचे चेअरमन डॉ. विलास गा... हनी का नया गाना फिर छाया, दर्शकों के द...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

તલોદ પોલીસે નેગો. એક્ટમાં સજા પામેલા અને નાસતા ફરતા આરોપી રાજુસિંહ ઠાકોરને ઝડપી પાડ્યો

✍️ रिपोर्टर: અક્ષરાતીથસિંહ વી ઝાલા 🗓 16 अक्टू. 2026, 10:02 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

તલોદ કોર્ટ દ્વારા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ હેઠળ 6 માસની સજા અને દંડ ફટકારવામાં આવેલા આરોપી રાજુસિંહ દલપતસિંહ ઠાકોરને તલોદ પોલીસે સજા વોરંટના આધારે ઝડપી પાડ્યો છે.

તલોદ પોલીસને નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ (NI Act) હેઠળ સજા પામેલા અને નાસતા ફરતા આરોપીને ઝડપી પાડવામાં સફળતા મળી છે. જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ, તલોદ કોર્ટમાં ચાલેલા ક્રિમિનલ કેસ નંબર 415/2025 માં આરોપી રાજુસિંહ દલપતસિંહ ઠાકોરને કલમ 138 હેઠળ 6 માસની સજા અને રૂ. 2,70,000/- (બે લાખ સિત્તેર હજાર રૂપિયા) સુધીનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

સજા ફટકારવામાં આવ્યા બાદ આરોપી રાજુસિંહ દલપતસિંહ ઠાકોર, જે સીમલિયા, તા. તલોદ, જી. સાબરકાંઠાનો રહેવાસી છે, તે ફરાર થઈ ગયો હતો. તેની વિરુદ્ધ કોર્ટ દ્વારા સજા વોરંટ ઇસ્યુ કરવામાં આવ્યું હતું.

તલોદ પોલીસે સજા વોરંટના આધારે ચોક્કસ બાતમી મેળવીને કાર્યવાહી હાથ ધરી હતી. આ કાર્યવાહીના પગલે પોલીસે આરોપી રાજુસિંહ દલપતસિંહ ઠાકોરને સફળતાપૂર્વક ઝડપી પાડ્યો છે. પકડાયેલા આરોપીને કોર્ટમાં રજૂ કરવાની આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
📲Get App