🔥 ट्रेंडिंग बिहार BSEB 2027 मॅट्रिक डाटाशीट नवंबर... दर्भंगा अस्पताल में शराब सेवन दिखाने व... नोहर में 78वां असू चंड महोत्सव धूमधाम... अररिया, 16 अक्टूबर 2026 लुधियाना में एंबुलेंस से आए घायल के बै... रोहतास में करमचट डैम पर जल संसाधन विभा...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

જેતપુરની પ્રાચીન મહાલક્ષ્મી ગરબીમાં પરંપરા, ભક્તિ અને સેવાનો અનોખો સંગમ!

✍️ रिपोर्टर: DHRUVIK SINH SOLANKI 🗓 16 अक्टू. 2026, 04:03 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
જેતપુરની પ્રાચીન મહાલક્ષ્મી ગરબીમાં પરંપરા, ભક્તિ અને સેવાનો અનોખો સંગમ!


નવરાત્રીના પાવન પર્વ નિમિત્તે જેતપુરના મોટા ચોક વિસ્તારમાં આવેલી પ્રાચીન મહાલક્ષ્મી ગરબી મંડળ ખાતે ભક્તિભાવ અને ઉત્સાહ સાથે ગરબીનું આયોજન કરવામાં આવે છે.

ગરબીના આયોજક જનકભાઈ ભાવસારના માર્ગદર્શન હેઠળ 1975 થી આ પરંપરા જળવાઈ રહી છે. અહીંની વિશેષતા એ છે કે જે લોકો બાળપણમાં આ જ ગરબીમાં રમતા હતા, તેઓ આજે મોટા થઈને માતાજીની ભક્તિ સાથે ગરબીની સેવા કરી રહ્યા છે.

બાળપણની યાદો આજે સેવાનું સ્વરૂપ બની! એક સમયના ભૂલકાઓ આજે ગરબીના આયોજનમાં સહયોગ આપીને નવી પેઢી સુધી પરંપરા અને સંસ્કારોનો વારસો પહોંચાડી રહ્યા છે.

અહીં માત્ર ગરબા જ નથી રમાતા, પરંતુ શ્રદ્ધા, સંસ્કૃતિ, એકતા અને સેવાની ભાવના પણ જીવંત રહે છે.

મહાલક્ષ્મી માતાજીની કૃપાથી આ પ્રાચીન પરંપરા પેઢી દર પેઢી આમ જ જળવાઈ રહે તેવી મંગલકામના!
📲Get App