🔥 ट्रेंडिंग சேலம் வழியாக பண்டிகைக் கால சிறப்பு ரயி... कानपुर में नकली सीमेंट का बड़ा जखीरा प... सारनाथ पुलिस मुठभेड़ में अवैध पटाखा मा... અમદાવાદમાં નવરાત્રી દરમિયાન ઓગણજ-ભાડજ... અમદાવાદમાં ખોડલધામ ગરબા મહોત્સવમાં મુખ... மேட்டூா் அணையில் இருந்து டெல்டா பாசனத்...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

જૂનાગઢ પોલીસે બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી: ગેરકાયદે વસવાટનો પર્દાફાશ

✍️ रिपोर्टर: Gadhiya Sudipbhai 🗓 16 अक्टू. 2026, 07:10 AM 👁 17
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જૂનાગઢ શહેરમાં ગેરકાયદેસર રીતે રહેતી એક બાંગ્લાદેશી મહિલાને સી ડિવિઝન પોલીસે ઝડપી પાડી છે. આ મહિલા પોતાની ઓળખ છુપાવીને છેલ્લા કેટલાક સમયથી ભારતમાં વસવાટ કરતી હતી.

જૂનાગઢ શહેરમાં ગેરકાયદે વસવાટ કરતા પરદેશી નાગરિકોને શોધી કાઢવાના અભિયાન અંતર્ગત સી ડિવિઝન પોલીસને એક મહત્વપૂર્ણ બાતમી મળી હતી. શહેરના મધુરમ વિસ્તારમાં ચંદનપાર્ક, દેશી ચુલ્લા હોટલવાળી ગલીમાં રહેતી મિથિલા રાજુ રોય નામની મહિલા મૂળ નેપાળની હોવાનું જણાવી રહી હતી અને છૂટક બ્યુટી પાર્લરનું કામ કરતી હતી. બાતમીના આધારે પોલીસે તપાસ કરતાં આ મહિલા શંકાસ્પદ જણાતાં તેને પોલીસ સ્ટેશન લાવી સઘન પૂછપરછ હાથ ધરી હતી.

પોલીસની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો. આ મહિલા મૂળ બાંગ્લાદેશની રહેવાસી ખાલેદા ઉર્ફે મિથિલા ઉર્ફે સાથી હોવાનું સામે આવ્યું હતું. તેના પિતાનું નામ અબ્દુલ મલેક ખાન અને માતાનું નામ હઝરાબેન છે. તેણે પોતાની સાચી ઓળખ છુપાવીને ભારતમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતી હતી. પોલીસે આ શંકાસ્પદ બાંગ્લાદેશી મહિલાને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

સી ડિવિઝન પોલીસે વધુ તપાસ કરતા જાણવા મળ્યું કે આ મહિલાએ પોતાના સરનામામાં વારંવાર ફેરફાર કરાવ્યા હતા. તેણે નાલાસોપારા (મહારાષ્ટ્ર), કામરેજ (સુરત) અને છેલ્લે જૂનાગઢ એમ અલગ અલગ સ્થળોએ સરનામા નોંધાવ્યા હતા. પ્રાથમિક તપાસમાં એવું પણ સામે આવ્યું છે કે આ મહિલા ભૂતકાળમાં મુંબઈ ખાતે ડાન્સબારમાં તેમજ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં બ્યુટી પાર્લરમાં કામ કરી ચૂકી છે. પોલીસે આ મામલે વધુ ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
📲Get App