🔥 TRENDING ग्राम पंचायत वेंडिया ग्राम छांगाड़ी प्रयागराज में पंचायत चुनाव की सुगबुगाह... लखनऊ में दर्दनाक हादसा: दखिना टोल प्ला... प्रयागराज में पंचायत चुनाव की सुगबुगाह... Tripura CM Urges TET Paper-I Qualifier... Kanda Express to Deliver 440 MT of Oni...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
સમી તાલુકામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ક્ષમતા વધારવા માટેની કવાયત શરૂ

સમી તાલુકામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ક્ષમતા વધારવા માટેની કવાયત શરૂ

✍️ Reporter: Atul Thakor 🗓 16 Oct 2026, 06:42 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સમી તાલુકામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ક્ષમતા વધારવા માટેની કવાયત શરૂ

સમીમાં ૨૦૦ની ક્ષમતા ધરાવતા KGBVમાં ૩૦૦ વિદ્યાર્થીનીઓની ક્ષમતા ધરાવતું બિલ્ડિંગ બનાવવા જમીન અને ટેકનિકલ શક્યતાઓની તપાસ કરાશે

પાટણ, તા. ૧૬ ઓક્ટોબર: પાટણ જિલ્લાના સમી તાલુકામાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ક્ષમતા વધારવા માટેની કવાયત હાથ ધરવામાં આવી છે. જિલ્લા પ્રોજેક્ટ ઓફિસ, સમગ્ર શિક્ષણ પાટણ દ્વારા આ અંગે જરૂરી કાર્યવાહી શરૂ કરવા સંબંધિત અધિકારીને જાણ કરવામાં આવી છે.

હાલમાં સમી તાલુકામાં કાર્યરત કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયમાં ૨૦૦ કન્યાઓની ક્ષમતા ધરાવતું બિલ્ડિંગ ઉપલબ્ધ છે. જોકે, સમી જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી ઠાકોર રમેશભાઈ પરષોત્તમભાઈ દ્વારા કન્યાઓની ક્ષમતા વધારવા માટે રજૂઆત કરવામાં આવી હતી.

આ રજૂઆત અને સ્ટેટ પ્રોજેક્ટ કચેરી, ગાંધીનગરના સંદર્ભમાં વર્ષ ૨૦૨૬-૨૭ના બજેટમાં સમી કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલયની ક્ષમતા વધારવા માટે જોગવાઈ કરવાની પ્રક્રિયાને ધ્યાનમાં રાખીને આગળની કામગીરી હાથ ધરવામાં આવશે.

આ માટે હાલ જ્યાં કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય કાર્યરત છે, તે સ્થળે ૨૦૦ની ક્ષમતા વધારીને ૩૦૦ વિદ્યાર્થીનીઓની ક્ષમતા ધરાવતું બિલ્ડિંગ બનાવી શકાય કે કેમ તે અંગે જમીનની ઉપલબ્ધતા અને અન્ય ટેકનિકલ શક્યતાઓની તપાસ કરવામાં આવશે.

આ તપાસ બાદ વિગતવાર યોજના તૈયાર કરીને રજૂ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી આગળની કાર્યવાહી માટે સ્ટેટ પ્રોજેક્ટ ડિરેક્ટરની મંજૂરી મેળવી શકાય.

કન્યાઓના શિક્ષણ માટેની સુવિધાઓમાં વધારો થાય અને વધુ વિદ્યાર્થીનીઓને લાભ મળી શકે તે દિશામાં આ કાર્યવાહી મહત્વપૂર્ણ બની શકે છે.
📲Get App