🔥 TRENDING ग्राम पंचायत देवरा में ज्ञानेंद्र कुमा... आगरा में सड़क दुर्घटना में किसान की मौ... આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના... ਦਿਲਜੀਤ ਦੋਸਾਂਝ ਦੇ ਪਿੰਡ 'ਚ ਖਾਲਿਸਤਾਨੀ ਨਾਅ... Odisha Governor‑Designate Arrives Toda... Kanak News launches 2PM bulletin cover...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજુલા શાળા નંબર ૪માં નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન યોજાયું, વિજ્ઞાન મેળાનું પણ આયોજન

✍️ Reporter: Anil Vaghela 🗓 16 Oct 2026, 09:32 PM 👁 10
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલા શાળા નંબર ૪માં નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન યોજાયું, વિજ્ઞાન મેળાનું પણ આયોજન
રાજુલા, તારીખ 16 ઓક્ટોબર, 2026
રાજુલા શહેરમાં રિદ્ધિ સિદ્ધિ ગજાનન મંદિર પાસે આવેલી નગર પ્રાથમિક શાળા નંબર-૪માં શાળાના નવનિર્મિત હોલનું ઉદ્ઘાટન સમારોહ યોજાયો હતો. આ પ્રસંગે મુખ્ય મહેમાન તરીકે સાંસદ શ્રી ભરતભાઈ સુતરીયા, રાજુલાજાફરાબાદખાંભાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
આ પ્રસંગે કાનાભાઈ ગોહિલ, મહેશભાઈ ટાંક, કૃપાલસિંહ ગોહિલ સહિતના આગેવાનો, શાળાનો સમગ્ર સ્ટાફ, વાલીઓ, ભાઈઓ બહેનો અને મોટી સંખ્યામાં બાળકો ઉપસ્થિત રહ્યા હતા.
શાળાના વિકાસમાં હીરાભાઈ સોલંકીનું સરાહનીય યોગદાન
સંઘવી પ્રાથમિક શાળા નંબર ૪ના વિકાસ અને વિદ્યાર્થીઓને વધુ સારી શૈક્ષણિક સુવિધાઓ મળી રહે તે માટે ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી દ્વારા નોંધપાત્ર યોગદાન આપવામાં આવ્યું છે. શાળામાં બ્લોક, કેમેરા, વર્ગખંડમાં બેંચો સહિતની વિવિધ સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે તેમણે તન, મન અને ધનથી સહયોગ આપ્યો છે.
📲Get App