🔥 TRENDING एसबीआई बैंक में नौकरी दिलाने के नाम पर... सोयाबीनच्या काढणीला वेग अपुऱ्या पावसाम... Tipper Collides with Parked Truck in A... CJP founder Abhijeet Dipke granted bai... 21-Year-Old Killed in Motorcycle Colli... Madhya Pradesh OBC leader urges Govern...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ખેડબ્રહ્મા પોલીસે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ ૮ ચોરાયેલી-બિનવારસી મોટર સાયકલ મૂળ માલિકોને પરત કરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 16 Oct 2026, 03:48 PM 👁 37
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા પોલીસે "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ ચોરી થયેલી અને બિનવારસી મળી આવેલી કુલ ૮ મોટર સાયકલ તેમના મૂળ માલિકોને શોધી કાઢી પરત કરી છે. આ કાર્યવાહીથી વાહન માલિકોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે..

ખેડબ્રહ્મા પોલીસ દ્વારા "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ અંતર્ગત ચોરી થયેલી અને બિનવારસી મળી આવેલી કુલ ૦૮ મોટર સાયકલ તેમના મૂળ માલિકોને પરત કરવામાં આવી છે. આ કાર્યવાહી પોલીસની જનસેવા,જનસુરક્ષા અને જનવિશ્વાસ માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ તથા વિભાગીય પોલીસ અધિક્ષક ખેડબ્રહ્મા ડૉકટર કુલદીપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી.વી. હડાતના નેતૃત્વ હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશન દ્વારા આ ખાસ કામગીરી હાથ ધરવામાં આવી હતી..

આ કામગીરીના ભાગરૂપે વિવિધ પોલીસ સ્ટેશન વિસ્તારોમાંથી ચોરી થયેલ તથા તપાસ દરમિયાન કબજે કરવામાં આવેલ કુલ ૦૮ મોટર સાયકલના મૂળ માલિકોને શોધી કાઢવામાં આવ્યા હતા. માલિકોની જરૂરી ખરાઈ અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ "તેરા તુજકો અર્પણ" કાર્યક્રમ હેઠળ આ વાહનો તેમને પરત સોંપવામાં આવ્યા હતા.ખેડબ્રહ્મા પોલીસની આ સરાહનીય કામગીરીને કારણે વાહનમાલિકોને તેમનો ખોવાયેલો મુદામાલ પરત મળ્યો છે,જેનાથી તેઓએ પોલીસનો આભાર વ્યક્ત કર્યો છે.ખેડબ્રહ્મા પોલીસ જનસેવા અને સુરક્ષા માટે સતત કાર્યરત રહે છે.
📲Get App