🔥 TRENDING रेणुका माता मंदिरात मल्लाव समाजाचा जसब... Mizoram Police Headquarters Launches E... BREAKING NEWS : live વિસનગરની ગાયત્રી આગમન સોસાયટીમાં છઠ્ઠા... GSI Finds Critical Minerals in Goa's L... Goa Aims to Become India’s Next Tech H...
17 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

તલોદ પોલીસે ચેક રિટર્નના કેસમાં સજા પામેલા ફરાર આરોપીને ઝડપી પાડ્યો..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 17 Oct 2026, 12:32 AM 👁 17
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લામાં સજા વોરંટના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ચાલી રહેલા અભિયાન અંતર્ગત તલોદ પોલીસે ચેક રિટર્નના કેસમાં છ માસની સજા અને દંડ થયેલા એક આરોપીને ઝડપી પાડ્યો છે..

સાબરકાંઠામાં-:
પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલના માર્ગદર્શન હેઠળ અને હિંમતનગર વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક એ.કે. પટેલની સૂચના અનુસાર તલોદ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ અને તેમના ડી.સ્ટાફ દ્વારા સજા વોરંટના નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે સઘન ડ્રાઇવ ચલાવવામાં આવી રહી છે.આજરોજ તા. ૧૬/૧૦/૨૦૨૬ ના રોજ તલોદ પોલીસના બીટ વિસ્તાર અને સર્વેલન્સના માણસો પેટ્રોલીંગમાં હતા..

તે દરમિયાન આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર જયંતીભાઈને બાતમી મળી હતી કે એક ઈસમ જે જ્યુડીશિયલ મેજીસ્ટ્રેટ ફર્સ્ટ ક્લાસ,તલોદ કોર્ટમાં નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ્સ એક્ટની કલમ ૧૩૮ હેઠળના ક્રિમિનલ કેસ નંબર ૬૯૦/૨૦૨૫ માં છ માસની સજા અને રૂ.૧,૦૫,૦૦૦/- (એક લાખ પાંચ હજાર રૂપિયા) સુધીનો દંડ થયેલો છે, તે વાવડી ચોકડી પાસે ઉભો છે. બાતમી મુજબ, તે ઈસમે વાદળી કલરનો શર્ટ અને બ્લુ કલરનું પેન્ટ પહેર્યું હતું.મળેલ બાતમી હકિકતને આધારે પોલીસની ટીમ તાત્કાલિક વાવડી ચોકડી પહોંચી તપાસ કરતા ઉપરોક્ત વર્ણન વાળો ઈસમ હાજર મળી આવ્યો હતો. પોલીસે તેની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ રૂમાલસિંહ જુગસિંહ રાઠોડ, રહેવાસી ભાટીયા, તા. તલોદ, જી. સાબરકાંઠા હોવાનું જણાવ્યું હતું..

પોલીસે તેને ઝડપી પાડી જરૂરી કાર્યવાહી કરી હિંમતનગર જિલ્લા જેલ ખાતે મોકલી આપ્યો છે.આમ છેલ્લા અગિયાર માસથી સજા વોરંટના નાસતા ફરતા આરોપીને પકડવામાં તલોદ પોલીસને સફળતા મળી છે. આ પ્રશંસનીય કામગીરી બદલ પોલીસ ઇન્સ્પેક્ટર સી.જી. રાઠોડ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.એલ. રાયજાદા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર વિજયકુમાર જયંતીભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ રાકેશભાઈ મનુભાઈના પ્રયાસોની નોંધ લેવાઈ છે.
📲Get App