🔥 ट्रेंडिंग बिहार सीएम के आदेशों के साथ अब साइबर म... पंजाब ग्रेन चेयरमैन ने लुधियाना में धा... यूट्यूब म्यूजिक ने AI-जनित गानों पर ले... लॉस्ट फ्रीक्वेंसीज ने AI, जॉर्ट्स और भ... बैंक ऑफ महाराष्ट्र के शेयर 5.17% गिरे,... सुप्रीम कोर्ट 26 अक्टूबर को महाराष्ट्र...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહ્મા પોલીસે ઘરફોડ ચોરીમાં ગયેલા ૬.૯૩ લાખના દાગીના મૂળ માલિકને પરત કર્યા..
अपराध

ખેડબ્રહ્મા પોલીસે ઘરફોડ ચોરીમાં ગયેલા ૬.૯૩ લાખના દાગીના મૂળ માલિકને પરત કર્યા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 16 अक्टू. 2026, 01:04 AM 👁 22
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ખેડબ્રહ્મા પોલીસે 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત ઘરફોડ ચોરીમાં ગયેલા સોના-ચાંદીના દાગીના, જેની કિંમત ૬.૯૩ લાખ રૂપિયાથી વધુ છે, તે મૂળ માલિકને પરત કર્યા છે..

સાબરકાંઠામાં-:
ખેડબ્રહ્મા પોલીસે એક મોટી સફળતા મેળવી છે. 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ હેઠળ પોલીસે ઘરફોડ ચોરીમાં ગયેલા સોના અને ચાંદીના દાગીના મૂળ માલિકને પરત કર્યા છે.આ દાગીનાની કુલ કિંમત ૬,૯૩,૦૫૫ રૂપિયા આંકવામાં આવી છે.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને સાબરકાંઠા જિલ્લા પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલની સૂચનાઓના પગલે કરવામાં આવી હતી..

જિલ્લામાં મિલકત સંબંધિત ગુનાઓને અટકાવવા અને વણઉકેલ્યા ગુનાઓ શોધી કાઢવા માટે આદેશ આપવામાં આવ્યા હતા.ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુલદીપ નાયીના માર્ગદર્શન હેઠળ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.એન. સાધુ અને તેમની ટીમે આ ગુનાનો ભેદ ઉકેલ્યો.પોલીસે ઘરફોડ ચોરીના ગુના (પાર્ટ એ. ગુન્હો રજીસ્ટર નંબર-૧૧૨૦૯૦૨૮૨૬૦૬૧૪/૨૦૨૬, ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૩૧(૪),૩૦૫(એ) મુજબ) માં ગયેલા મુદ્દામાલને રિકવર કર્યો હતો. જેમાં સોનાની ચેન પેન્ડલ સાથે સોનાની માળા,સોનાનું ડોકીયુ,ત્રણ સોનાની બુટ્ટી, એક ચાંદીનો છડો અને ચાર ચાંદીની વેળનો સમાવેશ થાય છે.પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ (હિંમતનગર-સાબરકાઠા) અને નાયબ પોલીસ અધિક્ષક ડોક્ટર કુલદીપકુમાર નાયી (ખેડબ્રહ્મા વિભાગ) દ્વારા આ કિંમતી દાગીના મૂળ માલિકને 'તેરા તુજકો અર્પણ' કાર્યક્રમ અંતર્ગત સન્માનપૂર્વક પરત કરવામાં આવ્યા હતા.આ કાર્યવાહીથી પોલીસની કાર્યક્ષમતા અને લોકોમાં સુરક્ષાની ભાવના વધી છે.
📲Get App