🔥 TRENDING નર્મદા જિલ્લાના શ્રમિકો માટે ખુશખબર! હ... मनोज तिवारी निभाएंगे केवट की भूमिका, प... বাগনানের পুজো দেখার জমজমাটি ভিড় बड़ौत में खिदमत फाउंडेशन द्वारा तीसरे... ಡಿ.ಎಂ. ಮಕನದಾರ ಅವರಿಗೆ ಅಂತರರಾಷ್ಟ್ರೀಯ ಮಾನ... मुख्य चुनाव आयुक्त के इस्तीफे की मांग:...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
બગસરા નજીક કપાસના ખેતરમાં સિંહે વનકર્મી પર હુમલો કર્યો, પીઠના ભાગે ઈજા
Local

બગસરા નજીક કપાસના ખેતરમાં સિંહે વનકર્મી પર હુમલો કર્યો, પીઠના ભાગે ઈજા

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 16 Oct 2026, 01:40 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી જિલ્લાના બગસરા નજીક સમઢીયાળા ગામની સીમમાં કપાસના ગાઢ ખેતરમાં તપાસ કરવા ગયેલા વનકર્મી પર સિંહે હુમલો કર્યો હતો. વનકર્મીને પીઠના ભાગે સામાન્ય ઈજા થતાં સારવાર બાદ રજા અપાઈ છે.

અમરેલી જિલ્લાના બગસરા ટાઉન નજીક સમઢીયાળા ગામની સીમમાં આવેલા એક કપાસના ખેતરમાં બુધવારે બપોરે સિંહ દેખાયો હોવાની જાણ ખેડૂતો દ્વારા વન વિભાગને કરવામાં આવી હતી. આ ઘટના બાદ વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

માહિતી મળતા જ વન વિભાગનો હેલ્પર મહેશ મતિયા (ઉંમર 40) સ્થળ પર તપાસ માટે પહોંચ્યો હતો. કપાસનો પાક ખૂબ જ ગાઢ હોવાથી સિંહ સ્પષ્ટ દેખાતો ન હતો અને મહેશ મતિયા અજાણતા સિંહની ખૂબ નજીક પહોંચી ગયો હતો. આ દરમિયાન, ખેડૂતોનો અવાજ સાંભળીને ડરી ગયેલા સિંહે અચાનક તેના પર હુમલો કરી દીધો હતો.

આ હુમલામાં વનકર્મી મહેશ મતિયાને પીઠના ભાગે સામાન્ય ઈજાઓ પહોંચી હતી. તેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. બીજા દિવસે ગુરુવારે તેમની તબિયત સુધરતાં તેમને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવી છે.

રેન્જ ફોરેસ્ટ ઓફિસર જે.એન. વાળાએ જણાવ્યું હતું કે, વન વિભાગની ટીમ હાલ સિંહને સુરક્ષિત રીતે રેસ્ક્યુ કરવાની કામગીરી કરી રહી છે. તેમણે ખેડૂતોને ખેતરમાં જતી વખતે અત્યંત સાવચેતી રાખવા અને કોઈપણ શંકાસ્પદ ગતિવિધિ જણાય તો તાત્કાલિક વન વિભાગને જાણ કરવા અપીલ કરી છે.
📲Get App