🔥 TRENDING Delhi protest leaders released after C... भटपारा मलिकपुर बाजार में दुर्गा पूजा क... कांग्रेस नेता वरदाराम चौधरी ने बाबागां... सैद नगली में धूमधाम से निकली भगवान श्र... गांव मड़कावली में श्रीमद्भागवत कथा का... Gujarat Launches 101 Annapurna Centres...
16 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

રાજ્યકક્ષાની ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા અમરેલીના લાલાવદર સ્થિત સ્પોર્ટ્સ સંકુલ ખાતે બહેનોની કબડ્ડી સ્પર્ધાનું આયોજન

✍️ Reporter: Sodha Gourangbhai 🗓 16 Oct 2026, 10:22 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજ્યકક્ષાની ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતોની સ્પર્ધા

અમરેલીના લાલાવદર સ્થિત સ્પોર્ટ્સ સંકુલ ખાતે બહેનોની કબડ્ડી સ્પર્ધાનું આયોજન

રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાએ ખાસ ઉપસ્થિત રહીને ૩૪ જિલ્લાની બહેનોની ટીમોને પ્રોત્સાહન પૂરું પાડી તેમનો ઉત્સાહ વધાર્યો

રમતગમત ક્ષેત્રે દેશની દીકરીઓ વૈશ્વિક સ્તરે ગુજરાતનું નામ રોશન કરી રહી છે

અમરેલી ૧૫ ઓક્ટોબર
ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત પ્રેરિત જિલ્લા રમતગમત અધિકારીની કચેરી, અમરેલી દ્વારા આયોજિત ૭૦મી અખિલ ભારતીય શાળાકીય રમતોની રાજ્યકક્ષાની કબડ્ડી સ્પર્ધાનું અમરેલીના લાલાવદર સ્થિત જિલ્લાકક્ષા સ્પોર્ટ્સ સંકુલ ખાતે આયોજન હાથ ધરવામાં આવ્યુ છે. આ ગૌરવશાળી રમત ઉત્સવમાં રાજ્યના કાયદો અને ઊર્જા રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયા વિશેષ રૂપે ઉપસ્થિત રહ્યા હતા. રાજ્યમંત્રીશ્રીએ ખેલાડીઓ સાથે વાર્તાલાપ કરીને તેમનો ઉત્સાહ વધાર્યો હતો.

રમતગમત એ માત્ર શારીરિક તંદુરસ્તી પૂરતી મર્યાદિત નથી, પરંતુ તે ખેલાડીઓમાં નેતૃત્વ, શિસ્ત અને ખેલદિલીની ભાવના ખીલવે છે. રાજ્ય સરકાર ખેલાડીઓને તમામ આધુનિક સુવિધાઓ અને પ્લેટફોર્મ પૂરું પાડવા કટિબદ્ધ છે. આપણી દીકરીઓ રમતગમતના મેદાનમાં આગળ વધીને રાજ્ય અને દેશનું નામ વૈશ્વિક સ્તરે રોશન કરે તે માટે આવા આયોજનો ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થઈ રહ્યા છે. રાજ્યમંત્રીશ્રીએ રમતગમતમાં ભાગ લેનાર તમામ બહેનોને શ્રેષ્ઠ પ્રદર્શન કરવા માટે શુભેચ્છાઓ પાઠવી પ્રોત્સાહન પૂરું પાડ્યુંહતુ.

આ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સમગ્ર ગુજરાતના અલગ-અલગ ૩૪ જિલ્લાઓની ટીમો ભાગ લઈ રહી છે. ભાઈ-બહેનોના સમાન વિકાસના મંત્ર સાથે આ વખતે ખાસ કરીને બહેનો માટે કબડ્ડી સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં વયજૂથ અનુસાર અલગ-અલગ ત્રણ કેટેગરી રાખવામાં આવી છે. આ ટૂર્નામેન્ટમાં અં-૧૪, અં-૧૭ અને અં-૧૯ વયજૂથની ખેલાડી બહેનો પોતાના રમત કૌશલ્યનું પ્રદર્શન કરશે. ઉલ્લેખનીય છે, કે તા. ૧૪/૧૦/૨૦૨૬ થી તા. ૨૦/૧૦/૨૦૨૬ સુધી ચાલનારી આ સાત દિવસીય ખેલ પ્રતિયોગિતાને સફળ બનાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર અને સ્પોર્ટ્સ સંકુલ લાલાવદરની ટીમ દ્વારા તમામ સુવિધાઓ સુનિશ્ચિત કરવામાં આવી છે. ખેલાડીઓ માટે રહેવા, જમવા તેમજ મેદાન પર તબીબી સુવિધાઓની ઉત્કૃષ્ટ વ્યવસ્થા કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યમંત્રી શ્રી કૌશિકભાઈ વેકરીયાની સ્પોર્ટ્સ સંકુલ મુલાકાત વેળાએ અમરેલી નગરપાલિકા પ્રમુખ શ્રી વૈશાલીબેન માંગરોળીયા સહિતના હોદ્દેદારો, જિલ્લા રમત વિકાસ અધિકારી શ્રી પુનમબેન ફૂમકીયા સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.
📲Get App