🔥 ट्रेंडिंग रांची में दुर्गा पूजा के मद्देनजर शांत... मैनपुरी: दबंग भाई के कब्जे से दिलाई बह... ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಡಾ. ಜಿ. ಪರಮೇಶ್ವರ್ ಅವ... झोटा हत्याकांड के विरोध में पंजाब में... रतलाम के पास दिल्ली-मुंबई एक्सप्रेसवे... Sensex posts modest early gains, stead...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
આધુનિક નેત્ર સારવાર તરફ ગુજરાતનું વધુ એક મજબૂત પગલું!

આધુનિક નેત્ર સારવાર તરફ ગુજરાતનું વધુ એક મજબૂત પગલું!

✍️ रिपोर्टर: Atul Thakor 🗓 15 अक्टू. 2026, 04:32 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
આધુનિક નેત્ર સારવાર તરફ ગુજરાતનું વધુ એક મજબૂત પગલું!

રાજ્યના નાગરિકોને સરકારી હોસ્પિટલોમાં જ અદ્યતન અને ગુણવત્તાયુક્ત નેત્ર સારવાર ઉપલબ્ધ થાય તેવા ઉદ્દેશ્યથી ₹8.85 કરોડથી વધુના ખર્ચે 18 અદ્યતન ‘ફેકોઇમલસિફિકેશન મશીનો’ની ખરીદીને મંજૂરી આપવામાં આવી છે, જે બાબતે સ્વર્ણિમ સંકુલ-2, ગાંધીનગર ખાતે અધિકારીશ્રીઓ સવિસ્તાર ચર્ચા કરી.

ખાસ કરીને મોતિયાના ઓપરેશન માટે ઉપયોગી આ આધુનિક ટેકનોલોજીથી દર્દીઓને વધુ સચોટ સારવાર અને ઝડપી રિકવરીમાં મદદ મળશે.

અમારો સંકલ્પ છે કે આર્થિક પરિસ્થિતિ કોઈપણ નાગરિકની આરોગ્યસેવામાં અવરોધ ન બને અને દરેક જરૂરિયાતમંદ વ્યક્તિને સરકારી આરોગ્ય વ્યવસ્થામાં શ્રેષ્ઠ સારવારનો લાભ મળે.

રાજ્ય સરકાર દ્વારા આ અદ્યતન ‘એડવાન્સ ફેકોઇમલસિફિકેશન મશીન’ એમ. એન્ડ જે. ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપ્થેલ્મોલોજી-અમદાવાદને ૭ મશીન, ગવર્નમેન્ટ મેડિકલ કોલેજ -ભાવનગરને ૨ મશીન તથા જી.એમ.ઈ.આર.એસ. હોસ્પિટલ -મોરબીને ૨ મશીન અપાશે. આ ઉપરાંત ન્યૂ સિવિલ હોસ્પિટલ-સુરત), ઓલ્ડ સિવિલ હોસ્પિટલ (સુરત), જી.જી. જનરલ હોસ્પિટલ -જામનગર, જનરલ હોસ્પિટલ, ઈ .એસ.આઈ.સી -વડોદરા તેમજ જી.એમ.ઈ.આર.એસ. ગાંધીનગર, વડનગર અને હિંમતનગર ખાતે ૧-૧ નંગ ફાળવવામાં આવ્યા છે.
📲Get App