Crime
વંથલીમાં અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ અપમાનજનક વીડિયો વાયરલ: ગુનો નોંધાયો
વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ફેસબુક પર અનુસૂચિત જાતિ સમાજ અને તેના આગેવાનોને ઉદ્દેશીને અપમાનજનક ટિપ્પણીઓ અને જાતિસૂચક શબ્દોના ઉપયોગ અંગે ગુનો નોંધવામાં આવ્યો છે.
વંથલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં મેમણપ્લાઝા કોમ્પ્લેક્ષમાં આવેલી ઓફિસમાંથી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ફેસબુક પર અનુસૂચિત જાતિ સમાજ અને તેના આગેવાનો વિરુદ્ધ અપમાનજનક, અશોભનીય અને ગાળો ભરેલી ભાષાનો ઉપયોગ કરી ટિપ્પણીઓ કરવા તથા જાતિસૂચક શબ્દો વાપરવા અંગેનો ગંભીર મામલો સામે આવ્યો છે. આ અંગે વંથલી પોલીસે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ફરિયાદ અજયભાઇ નાનજીભાઇ વાણવી (ઉંમર ૪૨, રહે. સાતલપુર ગામ, તા. વંથલી) દ્વારા નોંધાવવામાં આવી છે. ફરિયાદ મુજબ, દિપક ચુડાસમા નામના વ્યક્તિ દ્વારા ફેસબુક પર આ અપમાનજનક વીડિયો અને ટિપ્પણીઓ પોસ્ટ કરવામાં આવી હતી. આ વીડિયોમાં રમેશકુમાર ચોથાભાઇ સોલંકી (રહે. વીરપુર રેલ્વે સ્ટેશન રોડ, તા. જેતપુર, જી. રાજકોટ), જેમનો વીડિયો વાયરલ કરાયો હતો, તેમનો પણ ઉલ્લેખ છે.
આરોપીઓએ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરીને સમગ્ર અનુસૂચિત જાતિ સમાજ વિરુદ્ધ ગેરબંધારણીય જાતિસૂચક શબ્દોનો ઉપયોગ કર્યો હતો. આ કૃત્યથી ફરિયાદીની અંગત લાગણી દુભાઈ હતી. પોલીસે બંને આરોપીઓ વિરુદ્ધ એકબીજાને મદદગારી કરવાના ગુના હેઠળ કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.