🔥 ट्रेंडिंग Attended the organization review meeti... સાગા રેસીડેન્સીમાં બાળકોએ રજૂ કર્યું મ... आईटीबीपी में कांस्टेबल जीडी के पदों पर... खुर्जा के मुंडाखेड़ा में नाइट क्रिकेट... समस्तीपुर: वारिसनगर प्रखंड में हाथी पर... સબદર શાહ ૧૫ દિવસથી લાપતા: પરિવારજનોએ શ...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

તિલકવાડા તાલુકા કક્ષા કલા મહાકુંભમાં રતુડીયા પ્રાથમિક શાળાની દીકરીઓએ મેળવ્યો દ્વિતીય ક્રમ

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 15 अक्टू. 2026, 07:04 PM 👁 53
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
તિલકવાડા તાલુકા કક્ષા કલા મહાકુંભ ૨૦૨૬-૨૭માં રતુડીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓએ ઉત્કૃષ્ટ લોકનૃત્ય રજૂ કરીને શાળાનું નામ રોશન કર્યું છે. લોકનૃત્ય સ્પર્ધામાં શાળાની દીકરીઓએ સમગ્ર તાલુકામાં દ્વિતીય ક્રમ એટલે કે બીજો ક્રમ પ્રાપ્ત કરીને શાળા પરિવાર અને ગામનું ગૌરવ વધાર્યું છે.
કમિશનરશ્રી, યુવક સેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ, ગાંધીનગર દ્વારા આયોજિત અને જિલ્લા યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓની કચેરી, નર્મદા દ્વારા સંચાલિત આ તાલુકા કક્ષા કલા મહાકુંભ તિલકવાડા ખાતે યોજાયો હતો.
આ સ્પર્ધામાં રતુડીયા પ્રાથમિક શાળાની વિદ્યાર્થીનીઓ તડવી નવ્યાબેન ગુણવંતભાઈ, વસાવા દિવ્યાબેન સંજયભાઈ, ભીલ મીરાબેન મુકેશભાઈ, ભીલ હિરલબેન સંજયભાઈ અને ભીલ ભૂમિકાબેન અજયભાઈએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. આ પાંચેય દીકરીઓએ પોતાની સુંદર લોકનૃત્ય રજૂઆત, મહેનત અને કલાત્મક પ્રતિભાથી સૌનાં દિલ જીતી લીધાં હતાં.
વિદ્યાર્થીનીઓની આ સરાહનીય સિદ્ધિને પગલે શાળા પરિવાર, શિક્ષકો, વાલીઓ અને ગ્રામજનોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ સફળતા રતુડીયા પ્રાથમિક શાળા માટે ગૌરવની ક્ષણ બની છે.
રતુડીયા પ્રાથમિક શાળા પરિવાર દ્વારા લોકનૃત્ય સ્પર્ધામાં તાલુકા કક્ષાએ દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરનાર તમામ દીકરીઓને હાર્દિક અભિનંદન અને ઉજ્જવળ ભવિષ્ય માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવવામાં આવે છે.
📲Get App