🔥 ट्रेंडिंग बरहरवा प्रखंड में जनता दरबार: अशोक कुम... ખેડાના નાના દેદરડા ગામમાંથી બાળકી ગુમ:... दिव्यांगजनों के सफर को आसान बनाने की प... बांका में जमीन विवाद में युवक को गोली... રાજકોટમાં લૂંટના ઇરાદે હત્યા: CCTV ફૂટ... ਕਿਸਾਨਾਂ ਲਈ ਮਾੜੀ ਖ਼ਬਰ! ਪੰਜਾਬ 'ਚ ਅੱਜ ਤੋਂ...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

વડોદરા: નાયબ શ્રમ આયુક્ત કચેરીના બે અધિકારીઓ રૂ. ૭૦,૦૦૦ ની લાંચ લેતા ઝડપાયા

✍️ रिपोर्टर: Gadhiya Sudipbhai 🗓 15 अक्टू. 2026, 07:15 AM 👁 13
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વડોદરા ખાતે નાયબ શ્રમ આયુક્તની કચેરીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર અને મદદનીશ સરકારી શ્રમ અધિકારીને રૂ. ૭૦,૦૦૦ ની લાંચ લેતા એસીબી દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે. લેબર લાયસન્સ આપવાની કાર્યવાહીના બદલામાં લાંચ માંગવામાં આવી હતી.

વડોદરા શહેરમાં લાંચ રૂશ્વત વિરોધી બ્યુરો (એસીબી) દ્વારા મોટી કાર્યવાહી કરવામાં આવી છે. નાયબ શ્રમ આયુક્તની કચેરી, વડોદરા ખાતે ફરજ બજાવતા આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, વર્ગ-૧ દિપક અંબાલાલ ચૌહાણ અને મદદનીશ સરકારી શ્રમ અધિકારી રણજીતસિંહ નટવરસિંહ જાદવને રૂ. ૭૦,૦૦૦ ની લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, એક ફરિયાદીએ લેબર લાયસન્સ મેળવવા માટે આસિસ્ટન્ટ લેબર કમિશ્નર, વડોદરાની કચેરી ખાતે અરજી કરી હતી. આ અરજીના અનુસંધાને, લેબર લાયસન્સ આપવાની કાર્યવાહી કરવાના બદલામાં ઉપરોક્ત બંને આરોપી અધિકારીઓએ ફરિયાદી પાસે રૂ. ૭૦,૦૦૦ ની લાંચની માંગણી કરી હતી.

લાંચની માંગણીથી કંટાળીને ફરિયાદીએ તાત્કાલિક એસીબીનો સંપર્ક કર્યો હતો. એસીબી દ્વારા ફરિયાદીની ફરિયાદના આધારે છટકું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં બંને આરોપી અધિકારીઓ ફરિયાદી પાસેથી રૂ. ૭૦,૦૦૦ ની લાંચ સ્વીકારતી વખતે ઝડપાઈ ગયા હતા. આ ઘટના બાદ શ્રમ વિભાગમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
📲Get App