🔥 TRENDING मैनपुरी: दबंग भाई के कब्जे से दिलाई बह... ಉಪಮುಖ್ಯಮಂತ್ರಿಗಳಾದ ಡಾ. ಜಿ. ಪರಮೇಶ್ವರ್ ಅವ... Punjab markets shut, highways jammed i... Truck carrying potatoes overturns unde... Sensex posts modest early gains, stead... Gold Prices Surge to Monthly High as G...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

કાંકરેજ તાલુકામાં ભાજપની ટિફિન બેઠક યોજાઈ, અનેક આગેવાનો રહ્યા હાજર

✍️ Reporter: Dabhi sharavansinh 🗓 15 Oct 2026, 04:39 PM 👁 23
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

કાંકરેજ તાલુકાના કુવારવા આશ્રમ ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.

આજે કાંકરેજ તાલુકાના કુવારવા આશ્રમ મુકામે ભારતીય જનતા પાર્ટી દ્વારા એક મહત્વપૂર્ણ ટિફિન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં પાર્ટીના અનેક સ્થાનિક આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

આ ટિફિન બેઠકમાં કાંકરેજ તાલુકા પ્રભારી શ્રી કુણાલભાઈ ભટ્ટ, કાંકરેજ તાલુકા પ્રમુખશ્રી નટવરભાઈ પટેલ, થરા એપીએમસી ચેરમેન શ્રી ઈશ્વરભાઈ પટેલ, બનાસકાંઠા જિલ્લા કિસાન મોરચાના ઉપપ્રમુખ ઈસુભા વાઘેલા, તેમજ કાંકરેજ તાલુકાના જિલ્લા પંચાયત સદસ્યો અને તાલુકા પંચાયત સદસ્યો અને મંડળના પ્રમુખ-મહામંત્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ બેઠકનો મુખ્ય ઉદ્દેશ્ય કાર્યકરો વચ્ચે સંવાદ સાધવાનો અને સ્થાનિક સ્તરે પક્ષની પ્રવૃત્તિઓને વધુ મજબૂત કરવાનો હતો. બેઠકમાં ઉપસ્થિત આગેવાનોએ આગામી કાર્યક્રમો અને યોજનાઓ અંગે ચર્ચા કરી હતી.
📲Get App