🔥 TRENDING बीदर के कोलार गांव में अंबभवानी माता क... Jammu and Kashmir Cabinet Expansion Lo... Supreme Court reprimands Election Comm... Researchers Release Children’s Book ‘A... Hassan District Commissioner and SP di... Former Minister Ramesh Jarkiholi Meets...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
અમરાપુર ગામે પંચાયતના ઠરાવ બાબતે સરપંચના પતિ પર જીવલેણ હુમલો
Crime

અમરાપુર ગામે પંચાયતના ઠરાવ બાબતે સરપંચના પતિ પર જીવલેણ હુમલો

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 15 Oct 2026, 02:12 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

માળિયા (ગીર) તાલુકાના અમરાપુર ગામે ગ્રામ પંચાયતના ઠરાવ બાબતે થયેલી બોલાચાલી બાદ સરપંચના પતિ પર જીવલેણ હુમલો અને ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

માળિયા (ગીર) તાલુકાના અમરાપુર ગામે પંચાયતના ઠરાવ બાબતે થયેલી બોલાચાલી બાદ સરપંચના પતિ પર જીવલેણ હુમલો અને જાનથી મારી નાખવાની ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. આ અંગે ફરિયાદી જેન્તીભાઈ ઉર્ફે ભયલુ મનસુખભાઈ સોલંકી (ઉ.વ. ૩૮)એ અમરાપુર ગામના વિશાલ ઉર્ફે વિવેક જીવરાજભાઈ ગોરફાળ અને વલ્લભભાઈ મનજીભાઈ ગોરફાળ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ફરિયાદી જેન્તીભાઈ પોતાના ઘરે હતા ત્યારે આરોપીઓએ તેમની પાસે ગ્રામ પંચાયતનો ઠરાવ માંગ્યો હતો. ફરિયાદીએ જણાવ્યું કે, "મારા પત્ની સરપંચ છે, નિયમ મુજબ લેખિતમાં આપવાનું થશે તો આપીશું." આ જવાબથી ઉશ્કેરાઈ ગયેલા આરોપીઓએ ફરિયાદીને ગાળો આપી, મુંઢમાર મારી ઈજા પહોંચાડી હતી.

આરોપીઓએ માત્ર હુમલો કરી અટક્યા નહોતા, પરંતુ ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ કૃત્યમાં એકબીજાને મદદગારી કરી ગુનો આચર્યો હોવાનું ફરિયાદમાં જણાવાયું છે. આ બનાવ અમરાપુર ગામના બી બીટ વિસ્તારમાં, થાણાથી પૂર્વે ૧૫ કિલોમીટર દૂર બન્યો હતો.

આ સમગ્ર મામલે પોલીસે આરોપી વિશાલ ઉર્ફે વિવેક જીવરાજભાઈ ગોરફાળ અને વલ્લભભાઈ મનજીભાઈ ગોરફાળ વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની આગળની કાર્યવાહી હાથ ધરી છે.
📲Get App