Local
સુરતમાં આંગડિયા એન્ટરપ્રાઇઝિસ દ્વારા અનોખો વર્ટિકલ સોલર પાવર પ્લાન્ટ વિકસાવવામાં આવ્યો
સુરતના કતારગામ GIDC ખાતે આંગડિયા એન્ટરપ્રાઇઝિસ દ્વારા એક નવીન વર્ટિકલ સોલર પાવર પ્લાન્ટ વિકસાવવામાં આવ્યો છે, જે પરંપરાગત સોલર પ્લાન્ટ કરતાં અલગ રીતે કાર્ય કરે છે.
સુરતના કતારગામ GIDC ખાતે આંગડિયા એન્ટરપ્રાઇઝિસ દ્વારા સામાન્ય સોલર પ્લાન્ટ કરતાં તદ્દન અલગ એવો વર્ટિકલ સોલર પાવર પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. પરંપરાગત રીતે ધાબા કે જમીન પર આડી પેનલ લગાવવાને બદલે અહીં બિલ્ડિંગની દીવાલ પર ઊભી પેનલ્સ લગાવીને વીજ ઉત્પાદન શરૂ કરાયું છે. આ અનોખી ડિઝાઇનથી બિલ્ડિંગનું એલિવેશન કાચ કરતાં પણ સુંદર દેખાય છે, સાથે સાથે બહારની દીવાલ પર સીધો તડકો ન પડતો હોવાથી બિલ્ડિંગ અંદરથી ખૂબ ઓછું તપે છે. આ પ્લાન્ટમાં અત્યાધુનિક ઈઝરાયલી ઓપ્ટિમાઇઝર સિસ્ટમ લગાવવામાં આવી છે, જેનાથી પેનલ પર છાંયો આવે તો પણ આખા પ્લાન્ટના ઉત્પાદન પર કોઈ માઠી અસર થતી નથી અને મહત્તમ સૌર ઊર્જા મેળવી શકાય છે.
પરંપરાગત છત કરતાં દીવાલ પર ઊભી પેનલ્સની કાર્યપદ્ધતિ અલગ છે. સામાન્ય રીતે સોલર પ્લાન્ટ માત્ર ધાબા કે જમીન પર ફ્લેટ પેનલ મૂકીને તૈયાર થતા હોય છે, જેમાં સવારે 9 વાગ્યાથી સારું વીજ ઉત્પાદન શરૂ થાય છે અને બપોરે 3 વાગ્યા પછી સૂર્ય ઢળતાં તેનું ઉત્પાદન ઘટી જાય છે. તેની સામે કતારગામમાં ઊભી કરાયેલી આ વર્ટિકલ સોલર સિસ્ટમ સવારે 6 વાગ્યાના સૂર્યોદયથી લઈને છેક સાંજે 6 વાગ્યાના સૂર્યાસ્ત સુધી સતત વીજળી ઉત્પન્ન કરવા સક્ષમ છે.
સાઉથ ફેસિંગ દીવાલ પર આ પેનલો સૂર્યના કિરણોને દિવસભર સીધા ઝીલે છે, જેના કારણે સામાન્ય પ્લાન્ટની સરખામણીએ આખો દિવસ સરખો અને સ્થિર ઊર્જા પ્રવાહ મળતો રહે છે. આ નવીન પદ્ધતિ સૌર ઊર્જાના ઉપયોગમાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થઈ શકે છે.