🔥 TRENDING Foreign Minister S. Jaishankar warns a... Madhya Pradesh Releases MD, MS College... D.P. Jewellers taps Madhya Pradesh Cri... Madhya Pradesh Spa Staff Assault Custo... પાવાગઢમાં ગુડ્સ રોપવેનો કેબલ તૂટ્યો, ટ... Donald Trump Orders 28 Advanced B-2 Bo...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Education

નંદાસણ ઉમાનગર પ્રાથમિક શાળાના શિક્ષકનો ભવ્ય વિદાય સમારંભ યોજાયો

✍️ Reporter: Shaileshbhai Gajjar 🗓 15 Oct 2026, 01:34 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નંદાસણ સ્થિત ઉમાનગર પ્રાથમિક શાળામાં એક શિક્ષકના સન્માનમાં વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં શાળા પરિવાર અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

નંદાસણ ખાતે આવેલી ઉમાનગર પ્રાથમિક શાળામાં શાળાના શિક્ષક શ્રી પરસોત્તમભાઈ પરમાર એક પ્રતિષ્ઠિત શિક્ષકના વય નિવૃત્તિ નિમિત્તે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે શાળાના આચાર્ય, અરવિંદભાઈ પટેલ રાજપુર શાળા તથા નવાપુરા પે.સેન્ટર શિક્ષકગણ, વિદ્યાર્થીઓ અને શાળા વ્યવસ્થાપન સમિતિના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમ દરમિયાન, નિવૃત્ત થઈ રહેલા શિક્ષકના શાળામાં આપેલા યોગદાન અને સેવાઓની યાદ તાજી કરવામાં આવી હતી. તેમના કાર્યકાળ દરમિયાન વિદ્યાર્થીઓના ઘડતરમાં અને શાળાના વિકાસમાં તેમના અમૂલ્ય ફાળાને બિરદાવવામાં આવ્યો હતો. તારા ઉમા નગર શાળા તરફથી સન્માન પત્ર એનાયત કરવામાં આવ્યું હતુઅનેક વિદ્યાર્થીઓએ તેમના માર્ગદર્શન હેઠળ જ્ઞાન મેળવ્યું હતું.

શાળા પરિવાર દ્વારા નિવૃત્ત શિક્ષકને ભાવભરી વિદાય આપવામાં આવ તી અને તેમના સુખી, સ્વસ્થ અને આનંદમય ભવિષ્ય માટે શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી. આ વિદાય સમારંભ શાળાના ઇતિહાસમાં એક યાદગાર પ્રસંગ બની રહ્યો હતો
📲Get App