માનનીય મંત્રીશ્રી પી.સી. બરંડાની ઉપસ્થિતિમાં અરવલ્લીમાં ૧૯૫૦ આદિજાતિ ખેડૂતોને બિયારણ-ખાતર વિતરણ*
માનનીય મંત્રીશ્રી પી.સી. બરંડાની પ્રેરક ઉપસ્થિતિમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા એપીએમસી માર્કેટ ખાતે વનબંધુ કલ્યાણ યોજના અંતર્ગત કૃષિ વૈવિધ્યકરણ યોજના વર્ષ ૨૦૨૬-૨૭ હેઠળ આદિજાતિ ખેડૂતોને બિયારણ અને ખાતર વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
સરકારશ્રીના આદિજાતિ વિકાસ વિભાગ, ગાંધીનગર દ્વારા વનબંધુ કલ્યાણ યોજના હેઠળ આદિજાતિ ખેડૂતોને ઓછા ખર્ચે વધુ પાક ઉત્પાદન મેળવવા અને તેમની આવકમાં નોંધપાત્ર વધારો થાય તે હેતુથી કૃષિ વૈવિધ્યકરણ યોજના અમલમાં મૂકવામાં આવી છે. આ યોજના હેઠળ અરવલ્લી જિલ્લાના કુલ ૧૯૫૦ આદિજાતિ ખેડૂતોને હાઈબ્રીડ મકાઈ, ચણા અને ઘઉંના સુધારેલ બિયારણની કીટ તેમજ ખાતર આપવામાં આવી રહ્યું છે. આ માટે સરકારશ્રી દ્વારા જિલ્લામાં કુલ રૂ. ૧.૦૦ કરોડની સહાય મંજૂર કરવામાં આવી છે. યોજનાનો અમલ જી.એસ.એફ.સી. એગ્રોટેક દ્વારા કરવામાં આવી રહ્યો છે.
કાર્યક્રમમાં માનનીય મંત્રીશ્રી પી.સી. બરંડાએ સંબોધન કરતા જણાવ્યું હતું કે સરકાર આદિજાતિ સમાજના સર્વાંગી વિકાસ માટે સતત પ્રયાસશીલ છે. ખેતીમાં આધુનિક પદ્ધતિઓ અને ગુણવત્તાયુક્ત બિયારણ તથા ખાતરનો ઉપયોગ કરીને ખેડૂતો વધુ ઉત્પાદન મેળવી શકે અને તેમની આર્થિક સ્થિતિ મજબૂત બને તે જ આ યોજનાનો મુખ્ય હેતુ છે. તેમણે ખેડૂતોને સરકારની વિવિધ યોજનાઓનો મહત્તમ લાભ લેવા અપીલ કરી હતી અને જણાવ્યું હતું કે આદિજાતિ ખેડૂતોની સમૃદ્ધિ જ વનબંધુ કલ્યાણ યોજનાની સાચી સફળતા છે.
આ કાર્યક્રમમાં જિલ્લાના પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં આદિજાતિ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. ખેડૂતોએ મંત્રીશ્રીના માર્ગદર્શન અને સરકારની આ યોજનાનો આભાર વ્યક્ત કર્યો હતો.