🔥 ट्रेंडिंग શ્રી જે.ડી. ગાબાણી કોમર્સ કોલેજમાં ગરબ... સુરતમાં આંગડિયા એન્ટરપ્રાઇઝિસ દ્વારા અ... पंजाब बंद से मोहाली में सड़क जाम 56‑दिन के आंदोलन के बाद रोशनपुरा पर शि... जयपुर के परकोटे से हटेंगे 7,000 ई‑रिक्... પાવાગઢમાં દર્શન બાદ શોર્ટકટ લેતા વડોદર...
15 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

પાવાગઢ ગુડ્સ રોપવેનો કેબલ તૂટ્યો, ટ્રોલી ટાવર સાથે અથડાઈ: જાનહાનિ ટળી

✍️ रिपोर्टर: Ranjanben Dharmendrbhai Panchal 🗓 15 अक्टू. 2026, 02:22 PM 👁 16
यहाँ देखें: ▶️ YouTube
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસકાર્યો માટે માલસામાન લઈ જતી ગુડ્સ રોપવેની ટ્રોલીનો કેબલ તૂટી પડતાં અકસ્માત સર્જાયો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

સુપ્રસિદ્ધ યાત્રાધામ પાવાગઢ ખાતે વિકાસકાર્યો માટે માલસામાન લઈ જતી ગુડ્સ રોપવેની ટ્રોલીનો કેબલ અચાનક તૂટી પડતાં અકસ્માત સર્જાયો હતો. કેબલ તૂટવાને કારણે ટ્રોલી સીધી ટાવર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જોકે, સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.

આ ઘટનાએ ફરી એકવાર રોપવેની સુરક્ષા વ્યવસ્થા પર ગંભીર સવાલો ઊભા કર્યા છે. લગભગ ૧ વર્ષ પહેલાં આ જ રોપવેમાં થયેલા એક ગંભીર અકસ્માતમાં ૬ લોકોએ જીવ ગુમાવ્યા હતા. તે ઘટનાના પગલે પણ સુરક્ષાના પગલાં ભરવાની માંગણી કરવામાં આવી હતી.

રોપવેના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું છે કે મુસાફરો માટેનો પેસેન્જર રોપવે સંપૂર્ણપણે સુરક્ષિત છે અને તેમાં કોઈ ખામી નથી. જોકે, ગુડ્સ રોપવેમાં થયેલા આ અકસ્માત બાદ તેની સુરક્ષા તપાસણી પર ભાર મૂકવામાં આવ્યો છે.
📲Get App