🔥 TRENDING देशरमाऊ में स्थापित हुई देवी की नई मूर... Former CM Digvijaya Singh Launches 950... Madhya Pradesh: ‘Mirchi Baba’ protests... निवाई मंडी में मूंगफली की कीमतों में ₹... Fire engulfs Dholpur fruit market, bla... अररिया डी एम बिनोद दुहन ने फारबिसगंज अ...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ખેડબ્રહ્મા પોલીસે સજા વોરંટના બે આરોપીઓને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી..
Crime

ખેડબ્રહ્મા પોલીસે સજા વોરંટના બે આરોપીઓને દબોચી કાયદેસરની કાર્યવાહી કરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 15 Oct 2026, 02:12 PM 👁 13
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર અને વડાલી કોર્ટના સજા વોરંટના આધારે ખેડબ્રહ્મા પોલીસે બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક અને પોલીસ અધિક્ષકની સૂચના બાદ કરવામાં આવી છે..

સાબરકાંઠામાં-:
ખેડબ્રહ્મા પોલીસે નામદાર એડી.ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ હિંમતનગર કોર્ટ તથા નામદાર જ્યુડિશિયલ ફર્સ્ટ ક્લાસ મેજિસ્ટ્રેટ વડાલી કોર્ટના સજા વોરંટના આધારે કુલ ૦૨ આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી લેવા માટે અપાયેલી સૂચનાઓના અનુસંધાને કરવામાં આવી છે.વિભાગીય પોલીસ અધિક્ષક ખેડબ્રહ્મા ડૉક્ટર કુલદીપકુમાર નાયીના માર્ગદર્શન હેઠળ અને પોલીસ ઇન્સ્પેક્ટર ડી. એન સાધુ ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનનાઓના તાબાના પોલીસ સ્ટાફ દ્વારા આવા ઇસમોને પકડવા માટે સતત વોચ અને તપાસ રાખવામાં આવી રહી હતી..

આજરોજ તા.૧૪/૧૦/૨૦૨૬ના રોજ પેટ્રોલીંગ દરમિયાન પોલીસ સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે, (૧) મે.એડી.ચીફ જયુડી.મેજી.હિમતનગર-સાબરકાઠાના સજા વોરંટ ક્રીમીનલ કેસ નંબર ૪૧૪૭/૨૦૨૨ ના આરોપી દેવજીભાઇ રણછોડભાઇ દેસાઇ રહે.ગલોડીયા તા.ખેડબ્રહ્મા જી.સાબરકાઠા, તથા (૨) મે.જયુ.ફ.ક.મેજી.સા.શ્રી વડાલી કોર્ટના સી.સી.નંબર ૭૭૧/૨૦૨૫ ના આરોપી કાન્તીભાઇ મોહનભાઇ ઠાકરડા રહે.લક્ષ્મીપુરા તા.ખેડબ્રહ્મા જી.સાબરકાઠા, બંને અલગ-અલગ કોર્ટના સજા વોરંટના આરોપીઓ તપાસ તજવીજ દરમ્યાન બાતમી આધારે મળી આવ્યા છે.જે બાતમીના આધારે બંને આરોપીઓને અલગ-અલગ જગ્યાએથી ટીમવર્ક દ્વારા ઝડપી પાડવામાં આવ્યા છે.ખેડબ્રહ્મા પોલીસે આ આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરી છે.આ કામગીરીમાં પોલીસ સબ ઇન્સપેક્ટર એસ.એમ.વસૈયા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર કાળાભાઈ વાલજીભાઈ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઇ મોહનભાઇ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિરેન્દ્રસિંહ નરેન્દ્રસિહ, અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ વિનોદભાઇ મેવાભાઇ સહિતના અધિકારીઓ અને કર્મચારીઓ જોડાયા હતા.
📲Get App