🔥 ट्रेंडिंग हरियाणा ने एनसीआर में ग्रैप से पहले प्... हैराणा की 2005‑06 रणजी ट्रॉफी आँकड़े अ... हॉम मिनिस्टर शाह ने छत्तीसगढ़ में नक्स... केरल ने वरिष्ठ पुरुष हॉकी राष्ट्रीय मे... आशोका बिल्डकॉन को रायपुर में जेम्स एवं... ખેડબ્રહ્માના શ્યામનગર ગામમાં પટેલ વાસ...
16 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
હિંમતનગર ગ્રામ્ય પોલીસે સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો..
अपराध

હિંમતનગર ગ્રામ્ય પોલીસે સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 15 अक्टू. 2026, 11:38 PM 👁 20
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર ગ્રામ્ય પોલીસે નામદાર કોર્ટના સજા વોરંટના આરોપી નીલેશકુમાર અજમલજી ચૌહાણને ઝડપી પાડ્યો છે. આ કાર્યવાહી નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠાના નિર્દેશ હેઠળ કરવામાં આવી હતી..

સાબરકાંઠામાં-:
હિંમતનગર ગ્રામ્ય પોલીસે નામદાર એડી. જયુડી. મેજીસ્ટ્રેટ, હિંમતનગર કોર્ટના ક્રિમિનલ કેસ નંબર ૧૪૧૮૯/૨૦૨૫ ના સજા વોરંટના આરોપીને શોધી કાઢવામાં સફળતા મેળવી છે. આ આરોપી નીલેશકુમાર અજમલજી ચૌહાણ, રહેવાસી તીતપુર,તા.હિંમતનગર,જી.સાબરકાંઠા છે.નાયબ પોલીસ મહાનિરીક્ષક ગાંધીનગર વિભાગ વિરેન્દ્રસિંહ યાદવ અને પોલીસ અધિક્ષક સાબરકાંઠા ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સાબરકાંઠા જિલ્લામાં સજા વોરંટના નાસતા ફરતા ઇસમોને પકડવા માટે સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાઓના અનુસંધાને વિભાગીય નાયબ પોલીસ અધિક્ષક હિંમતનગર વિભાગ એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ અને બી.ડી.રાઠોડ ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર હિંમતનગર ગ્રામ્ય પોલીસ સ્ટેશનના તાબાના પોલીસ સ્ટાફ દ્વારા આવા ઇસમોને પકડવા માટે સતત વોચ અને તપાસ રાખવામાં આવી રહી હતી.આજરોજ તા. ૧૫/૧૦/૨૦૨૬ ના રોજ, પેટ્રોલીંગ દરમિયાન, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેપાલસિંહ અજીતસિંહને બાતમી હકીકત મળી હતી કે નામદાર કોર્ટમાં સજા વોરંટ ધરાવતો આરોપી નીલેશકુમાર અજમલજી ચૌહાણ હિંમતનગર વિસ્તારમાં છે. આ બાતમીના આધારે, પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.

હિંમતનગર ગ્રામ્ય પોલીસે આરોપી નીલેશકુમાર અજમલજી ચૌહાણને નામદાર કોર્ટમાં રજૂ કરવા માટે તજવીજ હાથ ધરી છે.આ સફળ કામગીરી બદલ બી ડી રાઠોડ (ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર),આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મહેશભાઇ માવજીભાઈ અને આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ મહેપાલસિંહ અજીતસિંહની પ્રશંસનીય કામગીરી રહી છે.
📲Get App