🔥 TRENDING राजस्थान: सरपंच चुनाव में मतदाताओं के... • ! • 🛑 कल्याणपुरा का सच: सालों से ठप... kosi श्री राम चले बन तो अयोध्या की प्र... ಅಥಣಿ ಡಿವೈಎಸ್‌ಪಿ ವೀರೇಂದ್ರ ಕುಮಾರ್ ಅವರಿಗೆ... मध्यप्रदेश में OBC आरक्षण और जातिगत जन... Bounty‑Wanted Robber Kalli Gurjar Post...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાણપુરના મામલતદાર શ્રી કે.બી. ગોહિલનું જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ગૌરવપૂર્ણ સન્માન
Local

રાણપુરના મામલતદાર શ્રી કે.બી. ગોહિલનું જાયન્ટ્સ ગ્રુપ દ્વારા ગૌરવપૂર્ણ સન્માન

✍️ Reporter: MORI GAMBHIRSINH 🗓 15 Oct 2026, 07:48 PM 👁 11
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુર દ્વારા તાલુકાના મામલતદાર શ્રી કે.બી. ગોહિલને તેમની નિષ્ઠાવાન ફરજ અને પ્રેરણાદાયી કાર્યશૈલી બદલ પ્રશસ્તિ પત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા.

બોટાદ જિલ્લાના રાણપુર તાલુકાના મામલતદાર અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ શ્રી કે. બી. ગોહિલનું જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુર દ્વારા ગૌરવપૂર્ણ સન્માન કરવામાં આવ્યું. આ પ્રસંગે તેમને પ્રશસ્તિ પત્ર અર્પણ કરી તેમની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવવામાં આવી.

જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુર દ્વારા આયોજિત કોઈપણ સેવાકીય કાર્યક્રમ હોય કે લોકહિતાર્થે યોજાયેલા કાર્યક્રમો અને સેમિનારો હોય, ત્યારે એક જવાબદાર તાલુકા અધિકારી તરીકે શ્રી ગોહિલે પોતાની ફરજને સાચા અર્થમાં સાર્થક કરી બતાવી છે. તેમની આ નિષ્ઠા અને પ્રેરણાદાયી કાર્યશૈલી અન્ય અધિકારીઓ માટે ઉત્તમ ઉદાહરણ પૂરું પાડે છે.

આ સન્માન સમારોહમાં જાયન્ટ્સ ગ્રુપ ઓફ રાણપુરના પ્રમુખ કનકબેન સાપરા, ભાણાવાલા ફ્મીદાબાનું DA, જગદીશભાઈ દલવાડી FD, ચાંપરાજસિંહ ડોડિયા SMO, મનસુખભાઈ મેર, હરિભાઈ સોની (બોર્ડ મેમ્બર), અશોકભાઈ ગોહિલ, નરગિશબેન ચૌહાણ અને યાસ્મીનબેન પાધરશી ઉપસ્થિત રહ્યાં. આ સેવાભાવી સંસ્થાએ તેમની નોંધ લઈ, સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ઉમદા કાર્યના શ્રેષ્ઠ પ્રેરણારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું છે.
📲Get App