🔥 TRENDING ଭୋଟ୍ ଆଗରୁ କ୍ୟାମ୍ପସରେ ହିଂସା; ବାଣୀ ବିହାର... Khanna Shops Forced Shut Amidst Punjab... Two Smugglers Arrested in 80 Lakh Syru... एक औरत ने आत्महत्या कर ली Indore prepares for water shortage as... शिरूर शहरात खळबळ; इंदुबाई वीर यांच्या...
15 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ચોરવાડ: લેન્ડ ગ્રેબિંગની અરજી બાબતે ટ્રસ્ટ પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 15 Oct 2026, 12:55 PM 👁 21
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

વિસણવેલ ગામના પ્રાણનાથ મહાદેવ ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર કબજા અંગે કલેક્ટરને અરજી કરતા ટ્રસ્ટ પ્રમુખને ધમકી મળી હતી. ચોરવાડ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવાની કાર્યવાહી હાથ ધરાઈ.

ચોરવાડ પોલીસ સ્ટેશન વિસ્તારમાં લેન્ડ ગ્રેબિંગની અરજી કરવા બાબતે ટ્રસ્ટના પ્રમુખને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. આ બનાવ વિસણવેલ ગામ પાટીયા પાસે બન્યો હતો, જે ચોરવાડ પોલીસ સ્ટેશનથી પૂર્વે ૪ કિલોમીટર દૂર આવેલું છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, વિસણવેલ ગામના શ્રી પ્રાણનાથ મહાદેવ ટ્રસ્ટની જમીન પર ગેરકાયદેસર કબજો કરવાના મુદ્દે ટ્રસ્ટના પ્રમુખ અને ફરિયાદી ચેતનકુમાર ધીરૂભાઇ ચૌહાણે જિલ્લા કલેક્ટર જૂનાગઢ સમક્ષ લેન્ડ ગ્રેબિંગ અંગેની અરજી કરી હતી.

આ અરજી બાબતે મનદુખ રાખીને, વિસણવેલ ગામના રહેવાસી પ્રદીપપરી ઉર્ફે મુનો ખીમપુરી ગૌસ્વામી દ્વારા ફરિયાદી ચેતનકુમાર ચૌહાણને રૂબરૂ મળીને, સાક્ષીઓની હાજરીમાં ગાળો બોલી અપમાનિત કરવામાં આવ્યા હતા અને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી.

આ અંગે ચોરવાડ પોલીસ સ્ટેશનમાં આરોપી પ્રદીપપરી ગૌસ્વામી વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવાની તજવીજ શરૂ કરવામાં આવી છે.
📲Get App