स्थानीय
માંડવીનું પ્રાચીન રાજરાજેશ્વરી માતાજી મંદિર: સદીઓથી આસ્થા અને કોમી એકતાનું પ્રતિક
સુરત જિલ્લાના માંડવી નગરમાં આવેલું શ્રી રાજરાજેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર માત્ર ધાર્મિક સ્થળ જ નથી, પરંતુ સદીઓથી કોમી એકતા અને અનોખી લોકવાયકાઓનું કેન્દ્ર રહ્યું છે.
માંડવી નગરના ગણેશનગર વિસ્તારમાં સ્થિત શ્રી રાજરાજેશ્વરી માતાજીનું પ્રાચીન મંદિર દિવ્ય આસ્થાનું અનોખું કેન્દ્ર બન્યું છે. લોકવાયકા અનુસાર, પ્રાચીન કાળમાં એક સ્થાનિક રાજવીને સ્વપ્નમાં દિવ્ય સંકેત મળતાં તેમણે ગણેશનગર ક્ષેત્રમાં ખોદકામ કરાવ્યું હતું, જ્યાંથી તેજસ્વી સ્વયંભૂ પ્રતિમા પ્રગટ થઈ હતી. રાજાના સ્વપ્ન અને રાજ્યની રક્ષક તરીકે પ્રગટ થવાથી દેવી ‘રાજરાજેશ્વરી’ તરીકે ઓળખાયા. વર્ષો પૂર્વે ગાઢ જંગલ વચ્ચે આરતી વેળાએ વનરાજો પણ ગર્ભગૃહ સમક્ષ શાંતિપૂર્વક બેસી રહેતા હોવાની વાતો આજે પણ ચર્ચાય છે.
આ પવિત્ર ધામ સાથે કોમી એકતાનું પ્રેરણાદાયી પ્રકરણ પણ જોડાયેલું છે. નજીકના માછી ફળિયામાં આવેલી ‘વજીરની સમાધિ/દેરી’ ઐતિહાસિક શ્રદ્ધાની સાક્ષી પૂરે છે. એવી માન્યતા છે કે યુદ્ધમાં વિજય મળ્યા બાદ માતાજીના પરમ ભક્ત બનેલા એક મુસ્લિમ વજીરે આજીવન ભક્તિભાવ જાળવ્યો હતો, જેની સ્મૃતિ આજે પણ હયાત છે. આ પરંપરા હાલ નંદલાલ શુકલ અને શારદાબેન શુકલ સહિતના સેવકો-ટ્રસ્ટીઓ દ્વારા જાળવવામાં આવી રહી છે.
માંડવી ઐતિહાસિક રીતે ગાયકવાડ શાસન અને સોલંકી યુગનું મહત્વનું મથક રહ્યું છે. લોકવાયકા મુજબ, વર્ષો પહેલાં નગરના રક્ષણ માટે આદિશક્તિ રાજરાજેશ્વરી મેલડી માતાજી અને અન્ય કુળદેવીઓની સ્થાપના કરવામાં આવી હતી. આ મંદિર તેની પ્રાચીનતા, દિવ્યતા અને કોમી સદ્ભાવનાના પ્રતીક તરીકે સ્થાનિક લોકોમાં ઊંડી આસ્થા ધરાવે છે.