🔥 ट्रेंडिंग पुणे में भीषण यातायात जाम: घंटों फंसीं... ಪರಮೇಶ್ವರ್ ಮೈಲಾರೆ ಕರ್ನಾಟಕ ರಕ್ಷಣಾ ವೇದಿಕೆ... অভিষেককে ডায়মন্ড হারবারে গিয়ে কথা বলার... बीदर में विजयदशमी पर भव्य मल्लन पल्ल्क... एनजीटी ने केरवा जलाशय के सीमांकन सर्वे... मध्य प्रदेश राजनीति: शिवराज सिंह चौहान...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
अपराध

ઇચ્છાપોર પોલીસની સમયસૂચકતા: પરિવાર સાથેના મનદુઃખે આત્મહત્યા તરફ વળેલી દીકરીને બચાવી

✍️ रिपोर्टर: Chauhan Dolatsinh Jetsinh 🗓 14 अक्टू. 2026, 05:31 PM 👁 21
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પરિવાર સાથેના મનદુઃખને કારણે આત્મહત્યાનો પ્રયાસ કરી રહેલી એક યુવતીને ઇચ્છાપોર પોલીસની PCR-74 ટીમે દેવદૂત બનીને બચાવી લીધી. સમયસર પહોંચીને પોલીસે યુવતીને સમજાવી-સમાધાન કરી સુરક્ષિત રીતે નીચે ઉતારી હતી.

પરિવાર સાથેના મનદુઃખને કારણે આત્મહત્યાનું પગલું ભરવા જઈ રહેલી એક દીકરી માટે ઇચ્છાપોર પોલીસની PCR-74 ટીમ દેવદૂત બનીને આવી. પોલીસને આત્મહત્યાના પ્રયાસ અંગેનો કોલ મળતા જ PCR-74ની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી.

પોલીસ ટીમે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિનો તાગ મેળવી યુવતી સાથે વાતચીત કરી. પોલીસે યુવતીને સમજાવી-સમાધાન કરી સુરક્ષિત રીતે નીચે ઉતારવામાં સફળતા મેળવી હતી. આ ઘટનામાં યુવતીને ગભરામણ અને શ્વાસ લેવામાં તકલીફ જણાતા પોલીસે સમયસૂચકતા દાખવી તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ બોલાવી હતી.

એમ્બ્યુલન્સ દ્વારા યુવતીને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ મોકલવામાં આવી હતી. પોલીસની સક્રિયતા અને સમયસરની કાર્યવાહીને કારણે એક યુવતીનો જીવ બચી ગયો હતો. આ ઘટનાની આસપાસના લોકોમાં પણ ચર્ચાનો વિષય બની હતી.
📲Get App