🔥 TRENDING सरपंच उम्मीदवार पेमाराम मीणा ने बाबागा... अलीगढ़: सासनीगेट थाने में क्षेत्राधिका... पिृतपक्ष महासंगम गयाजी 2026 की सफलता प... भीरा में दो पक्षों के बीच हिंसक विवाद,... Bihar Viral Love Story Debunked: Girl... Bihar Health Minister Visits Hospital...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

સુરતમાં સ્કેટિંગ ગરબાનું અનોખું આકર્ષણ: ખેલૈયાઓએ જમાવ્યું નવરાત્રિમાં નવું રંગ

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 14 Oct 2026, 09:54 PM 👁 8
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રિના પાવન પર્વ પર સુરતમાં સ્કેટિંગ ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પગમાં સ્કેટ્સ પહેરીને યુવાઓ અને બાળકો ગરબાના અદભુત તાલ મિલાવતા નજરે પડ્યા.

નવરાત્રિના પાવન પર્વ પર સુરતીલાલાઓ દર વર્ષે કંઈક નવું કરીને સૌનું ધ્યાન ખેંચતા હોય છે. આ વર્ષે સુરતમાં સ્કેટિંગ ગરબાએ ભારે આકર્ષણ જમાવ્યું છે. પગમાં સ્કેટ્સ પહેરીને યુવાઓ અને બાળકો ગરબા, દોઢિયા અને દાંડિયાના અદભુત તાલ મિલાવતા નજરે પડી રહ્યા છે.

સામાન્ય રીતે સ્કેટ્સ પર સંતુલન જાળવવું મુશ્કેલ હોય છે, ત્યારે તેના પર ગરબાના સ્ટેપ્સ રજૂ કરીને ખેલૈયાઓએ અનોખો ઉત્સાહ દર્શાવ્યો છે. આ અનોખા પ્રયોગથી સુરતના નવરાત્રિ મહોત્સવમાં એક નવા રંગ ઉમેરાયો છે અને લોકો આકર્ષિત થઈ રહ્યા છે.

આ સ્કેટિંગ ગરબાનો નજારો જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. બાળકો અને યુવાનોનો ઉત્સાહ અને કૌશલ્ય જોઈને સૌ કોઈ પ્રભાવિત થયા હતા. આ વર્ષે સુરતમાં નવરાત્રિની ઉજવણીમાં સ્કેટિંગ ગરબા એક નવીનતા લઈને આવ્યા છે.
📲Get App