🔥 TRENDING કચ્છના ધોરડોમાં 1 નવેમ્બરથી 22મા ભવ્ય... अजय नारायण यादव को भारतीय पुलिस सेवा (... સુરતમાં ખરીદી કરવા આવેલા વૃદ્ધાનું ૨.૬... वैशाली में गंगा नदी में नाव पलटी, कई ल... ગૌવંશ ચોરી કરતી ગેંગના ૧૨ ગુનાના હિસ્ટ... Chandigarh Team Raids Jalandhar Fertil...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
જૂનાગઢ નેત્રમ શાખાને ૨૦મી વખત સર્વોત્કૃષ્ટ કામગીરીનો પ્રથમ પુરસ્કાર
Crime

જૂનાગઢ નેત્રમ શાખાને ૨૦મી વખત સર્વોત્કૃષ્ટ કામગીરીનો પ્રથમ પુરસ્કાર

✍️ Reporter: Gadhiya Sudipbhai 🗓 14 Oct 2026, 05:28 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગુજરાત પોલીસના 'વિશ્વાસ' પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરાના ઉત્કૃષ્ટ ઉપયોગ દ્વારા ગુનાના ભેદ ઉકેલવામાં જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાએ સમગ્ર રાજ્યમાં પ્રથમ સ્થાન મેળવી ૨૦મી વખત 'શોધ' કેટેગરીમાં પ્રથમ પુરસ્કાર પ્રાપ્ત કર્યો છે.

ગુજરાત પોલીસના 'વિશ્વાસ' (VISWAS) પ્રોજેક્ટ અંતર્ગત CCTV કેમેરાના ઉત્કૃષ્ટ ઉપયોગ દ્વારા ગુનાના ભેદ ઉકેલવામાં જૂનાગઢ જિલ્લાની નેત્રમ શાખાએ સમગ્ર ગુજરાત રાજ્યમાં પ્રથમ નંબર મેળવી ગૌરવ પ્રાપ્ત કર્યું છે. આ સિદ્ધિ બદલ તેમને 'શોધ' (બનાવના ભેદ ઉકેલવાની) કેટેગરીમાં ૨૦મી વખત પ્રથમ નંબરનો એવોર્ડ એનાયત કરાયો છે, જે તેમની સતત શ્રેષ્ઠ કામગીરીનો પુરાવો છે.

વર્ષ ૨૦૨૬ના ક્વાર્ટર-૨ (તા. ૦૧/૦૪/૨૦૨૬ થી ૩૦/૦૬/૨૦૨૬) દરમિયાનની શ્રેષ્ઠ કામગીરી બદલ ગુજરાત રાજ્યના પોલીસ મહાનિર્દેશક (DGP) શ્રી જી.એસ. મલિક સાહેબના હસ્તે ગાંધીનગર ખાતે આ પ્રતિષ્ઠિત સન્માન આપવામાં આવ્યું છે. આ સાથે, જૂનાગઢ નેત્રમ શાખાએ વિવિધ કેટેગરીઓમાં કુલ મળીને ૨૬મો એવોર્ડ મેળવી એક નવો રેકોર્ડ સ્થાપ્યો છે.

એપ્રિલ ૨૦૨૧ થી જૂન ૨૦૨૬ દરમિયાન, નેત્રમ શાખાએ CCTV કેમેરાની મદદથી કુલ ૩,૭૫૪ કેસો પૈકી જૂનાગઢ અને અન્ય પડોશી જિલ્લાઓના મળીને ૩,૪૪૫ કેસો સફળતાપૂર્વક ઉકેલ્યા છે. આ ઉપરાંત, પ્રજાના ખોવાયેલા કે ચોરાયેલા મુદામાલમાંથી કુલ રૂ. ૨૪,૮૨,૩૨,૧૭૭/- ની માલિકીની રકમ/મુદામાલ રીકવર કરી નાગરિકોને પરત સોંપવામાં આવ્યો છે, જે તેમની કાર્યક્ષમતા દર્શાવે છે.

આ નોંધપાત્ર સિદ્ધિ જિલ્લા પોલીસ અધિક્ષક શ્રી સુબોધ ઓડેદરા સાહેબના સીધા માર્ગદર્શન હેઠળ PSI શ્રી એચ.પી. મકવાણા અને તેમની ૨૪ કલાક ફરજ બજાવતી ૨૪ સભ્યોની ટીમે હાંસલ કરી છે. આ સફળતા બદલ જૂનાગઢ રેંજના ડી.આઈ.જી.પી. શ્રી રાજેન્દ્રસિંહ ચુડાસમા, જિલ્લા પોલીસ વડા અને અન્ય ઉચ્ચ અધિકારીઓ દ્વારા નેત્રમ શાખાની સમગ્ર ટીમને અભિનંદન પાઠવવામાં આવ્યા છે.
📲Get App