🔥 ट्रेंडिंग અમદાવાદ: રામોલ પોલીસે વાહનમાંથી ડીઝલ ચ... नेशनल इंटर कॉलेज वाराणसी में अदबी सुकन... रीवा कलेक्ट्रेट में विभिन्न मांगों को... सेवानिवृत्त IAS अधिकारी पीआर मीणा ने स... વૈશાલીમાં ગંગા નદીમાં બોટ પલટી: 13 બાળ... कांग्रेस नेता का पूर्व मंत्री पर तीखा...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
ગાંધીધામમાં નવરાત્રી ગરબીમાં નશાની હાલતમાં પ્રવેશતા ત્રણ ઈસમો શી-ટીમના હાથે ઝડપાયા
अपराध

ગાંધીધામમાં નવરાત્રી ગરબીમાં નશાની હાલતમાં પ્રવેશતા ત્રણ ઈસમો શી-ટીમના હાથે ઝડપાયા

✍️ रिपोर्टर: Rameshbhai Ven 🗓 14 अक्टू. 2026, 03:28 PM 👁 15
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

નવરાત્રી મહોત્સવ દરમિયાન મહિલાઓ અને બાળકીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને પૂર્વ કચ્છ પોલીસે વિશેષ તકેદારી રાખી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની શી-ટીમે ત્રણ ઈસમોને નશાની હાલતમાં ગરબીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપી પાડ્યા છે.

ગાંધીધામ: નવરાત્રી મહોત્સવ દરમિયાન ગરબા રમવા આવતી મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા પૂર્વ કચ્છ પોલીસ દ્વારા વિશેષ તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનની શી-ટીમે ગરબીમાં કેફી પીણું પીધેલી હાલતમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડી તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડિયા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તથા અંજાર વિભાગના નાયબ પોલીસ અધિક્ષક મુકેશ ચૌધરીની સૂચના અને માર્ગદર્શન હેઠળ નવરાત્રી દરમિયાન મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ દ્વારા વુમન પોલીસ કર્મચારીઓની શી-ટીમની રચના કરવામાં આવી હતી. આ ટીમ દ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં યોજાતી વિવિધ ગરબીઓમાં ટ્રેડિશનલ ડ્રેસમાં પેટ્રોલિંગ કરી અસામાજિક તત્ત્વો પર નજર રાખવામાં આવી રહી છે.

પેટ્રોલિંગ દરમિયાન શી-ટીમે ત્રણ ઈસમોને કેફી પીણું પીધેલી હાલતમાં ગરબીમાં પ્રવેશવાનો પ્રયાસ કરતા ઝડપી પાડ્યા હતા. ત્યારબાદ તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. આ કામગીરી ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એમ.જે. રાઠોડ તથા શી-ટીમના મહિલા પોલીસ કર્મચારીઓ દ્વારા કરવામાં આવી હતી.

નવરાત્રી દરમિયાન મહિલાઓ અને બાળકીઓની સુરક્ષા જળવાઈ રહે તે માટે પોલીસ દ્વારા સતત પેટ્રોલિંગ અને દેખરેખ રાખવામાં આવી રહી છે.
📲Get App