Crime
હિંમતનગર એ-ડિવિઝન પોલીસે સજા વોરંટના આરોપીને ઝડપી પાડ્યો..
સાબરકાંઠા જિલ્લામાં પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી ખાસ ઝુંબેશ હેઠળ હિંમતનગર એ-ડિવિઝન પોલીસે સજા વોરંટના એક આરોપીને સફળતાપૂર્વક પકડી પાડ્યો છે..
સાબરકાંઠામાં-:
નાયબ પોલીસ મહાનિરીક્ષક વિરેન્દ્રસિંહ યાદવ (ગાંધીનગર વિભાગ) અને પોલીસ અધિક્ષક ડોક્ટર પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા સજા વોરંટના આરોપીઓને ઝડપી લેવા માટે ખાસ સૂચનાઓ આપવામાં આવી હતી. આ સૂચનાના અમલીકરણ માટે નાયબ પોલીસ અધિક્ષક એ.કે.પટેલના માર્ગદર્શન હેઠળ હિંમતનગર એ-ડિવિઝન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેતન વાય. વ્યાસ અને સર્વેલન્સ સ્ક્વોડના ઇન્ચાર્જ પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ. જાડેજાની ટીમ સતત વોચમાં કાર્યરત હતી.
સર્વેલન્સ સ્ક્વોડના કર્મચારીઓ આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ નરેન્દ્રસિંહ અને હિતેન્દ્રસિંહ વિનોદસિંહને બાતમી મળી હતી કે, હિંમતનગરના ચૌથા એડી ચીફ જ્યુડિશિયલ મેજીસ્ટ્રેટના ફોજદારી કેસ નંબર ૨૨૨/૨૦૨૧ ના સજા વોરંટના આરોપી કમલેશકુમાર બાબુભાઈ ખરાડી મહાવીરનગર ચાર રસ્તા પાસે ઉભેલા છે..
આ માહિતીના આધારે પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરી આરોપીને ઝડપી પાડ્યો હતો.આરોપી કમલેશકુમાર ખરાડી મૂળ હિંમતનગરના સહયોગનગર,મોતીપુરાના રહેવાસી છે અને હાલ કાટવાડ રોડ,ભીલવાસ જોગણીમાતાજીના મંદિર પાસે રહે છે.આ સફળ કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કેતન વાય. વ્યાસ, પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.એલ. જાડેજા, આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર મોહમદ સલીમ ઇકબાલહુસેન,આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ મિતરાજસિંહ રણજીતસિંહ, આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ કુલદીપસિંહ નરેન્દ્રસિંહ, જ્ઞાનદિપસિંહ વિજયસિંહ, હિતેન્દ્રસિંહ વિનોદસિંહ, આઝાદકુમાર પશાભાઇ અને મિતેશકુમાર કુબેરભાઇનો સમાવેશ થાય છે.