🔥 TRENDING अररिया, 14 अक्टूबर 2026 बिहार के हाजीपुर में बड़ा नाव हादसा: न... ટ્રાફિક કંટ્રોલ વાળા ને ફોન કર્યો अररिया, 14 अक्टूबर 2026 રાજકોટના જલારામ ચોકમાં સૌરાષ્ટ્રના પ્ર... ਉਰਫੀ ਜਾਵੇਦ ਨੇ ਆਪਣੇ ਜਨਮਦਿਨ 'ਤੇ ਦਰਬਾਰ ਸਾ...
14 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Defence

દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ મીણકચ્છ ગામથી કરવામાં આવ્યું.

✍️ Reporter: Kamlesh Solanki 🗓 14 Oct 2026, 07:05 PM 👁 14
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ મીણકચ્છ ગામથી કરવામાં આવ્યું.

દીપડો પાંજરે પુરાયો
છેલ્લા કેટલાક દિવસોથી મીણકછ નાયકીવાડ અને આસપાસના સીમ વિસ્તારમાં ભયનો માહોલ ફેલાવનાર દીપડો આખરે વન વિભાગના પાંજરામાં કેદ થયો છે.
દીપડાના સતત આંટાફેરાથી ખેડૂતો, પશુપાલકો અને સ્થાનિક લોકોમાં ભારે ફફડાટ જોવા મળતો હતો. વન વિભાગ દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરીને સીમ વિસ્તારમાં પાંજરું ગોઠવવામાં આવ્યું હતું, જેમાં આજે વહેલી સવારે/રાત્રે દીપડો આબાદ ઝડપાઈ ગયો છે.
દીપડો પકડાતાં ગ્રામજનો તથા ખેડૂત મિત્રોએ હાશકારો અનુભવ્યો છે. વન વિભાગની ટીમ દ્વારા દીપડાનું સુરક્ષિત રીતે રેસ્ક્યૂ કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. વન વિભાગની સતર્ક કામગીરીને ગામ ના સરપંચ શ્રી જયેશભાઈ પટેલે આભાર વ્યકત કર્યો.
📲Get App