Agriculture
હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની બમ્પર આવક, ખેડૂતોને મળ્યા સારા ભાવ..
સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની મબલક આવક થઈ છે. ખેડૂતોને પ્રતિ મણ રૂ. ૧૬૦૦ થી ૨૦૭૦ સુધીના પોષણક્ષમ ભાવ મળ્યા છે. અત્યાર સુધીમાં ૩.૦૨ લાખ બોરીથી વધુ મગફળીની આવક નોંધાઈ છે..
સાબરકાંઠાના-:
હિંમતનગર માર્કેટયાર્ડમાં મગફળીની સિઝન પુરજોશમાં ચાલી રહી છે. ખેડૂતો મોટી સંખ્યામાં પોતાની મગફળી લઈને માર્કેટયાર્ડ પહોંચી રહ્યા છે.અત્યાર સુધીમાં કુલ ૩.૦૨ લાખ બોરીથી વધુ મગફળીની આવક નોંધાઈ ચૂકી છે.રોજિંદી ધોરણે આશરે ૩૦ હજાર બોરી મગફળીની આવક થઈ રહી છે,જે દર્શાવે છે કે ખેડૂતોને આ વર્ષે મગફળીનું સારું ઉત્પાદન થયું છે.
ખેડૂતોને તેમની મહેનતનું યોગ્ય વળતર મળી રહ્યું છે. માર્કેટયાર્ડમાં મગફળીની ગુણવત્તા મુજબ પ્રતિ મણ રૂ. ૧૬૦૦ થી લઈને ૨૦૭૦ સુધીના ભાવ ખેડૂતોને મળી રહ્યા છે. આ ભાવ ખેડૂતો માટે અત્યંત પોષણક્ષમ સાબિત થઈ રહ્યા છે, જેનાથી તેઓ ખુશ જણાઈ રહ્યા છે.મગફળીની ભારે આવકને કારણે માર્કેટયાર્ડના શેડ સંપૂર્ણપણે ભરાઈ ગયા છે. આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે, માર્કેટયાર્ડ દ્વારા વૈશાલી સિનેમા પાસેના ખુલ્લા ગ્રાઉન્ડમાં વધારાની સુવિધા ગોઠવવામાં આવી છે. ખેડૂતોને સરળતા રહે તે માટે ટોકન પદ્ધતિ અપનાવવામાં આવી છે.આ ઉપરાંત ખેડૂતો માટે ભોજન અને રાત્રિ રોકાણની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જેથી તેઓને કોઈ અસુવિધા ન પડે.