🔥 TRENDING સુરતના કાપડ વેપારીઓ માટે ફોસ્ટા અને રે... સુરતનું ડ્રીમ સિટી: રાજ્ય મંજૂરીથી બાં... મહીસાગર જિલ્લાનું પૌરાણિક સ્મારક સમૂહ.... સુરતના પાંડેસરામાં 16 બોગસ ડોક્ટર ઝડપા... बानपुर ग्राम पंचायत में पानी व स्वच्छत... कांग्रेस पार्टी
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা

સિંચાઈ તથા પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ સમાન ‘દમણગંગા બેરેજ યોજના’ દક્ષિણ ગુજરાત માટે પ્રગતિ અને સુખાકારીના નવાં દ્વાર ખોલશે.

✍️ Reporter: Atul Thakor 🗓 13 Oct 2026, 09:53 PM 👁 15
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
સિંચાઈ તથા પીવાના પાણીની સમસ્યાના કાયમી ઉકેલ સમાન ‘દમણગંગા બેરેજ યોજના’ દક્ષિણ ગુજરાત માટે પ્રગતિ અને સુખાકારીના નવાં દ્વાર ખોલશે.

માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં સમગ્ર દેશમાં છેવાડાના માણસ સુધી સિંચાઇ અને પીવાનું પાણી પહોંચાડવાની મજબૂત વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શનમાં વલસાડ જિલ્લામાં દમણગંગા નદી પર ₹159.50 કરોડના ખર્ચે તૈયાર થનાર કુલ 5.49 મિલિયન ઘન મીટર (MCM) જળ સંગ્રહ ક્ષમતા ધરાવતી ‘દમણગંગા બેરેજ યોજના’ હવે ટૂંક સમયમાં શરૂ થશે. દક્ષિણ ગુજરાતના આદિજાતિ વિસ્તારમાં આકાર પામનારી આ મહાત્ત્વાકાંક્ષી યોજના થકી વલસાડ જિલ્લામાં આશરે 549 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે તેમજ ભૂગર્ભજળ રિચાર્જ થશે અને જળસંચયનું કામ થશે. આ પ્રોજેક્ટથી વાપી શહેર અને આસપાસના વિસ્તારોની ઔદ્યોગિકની પાણીની જરૂરિયાતો માટે પણ પાણીની ઉપલબ્ધતા મળશે.
📲Get App