🔥 TRENDING बेगूसराय: हथियार के साथ एक व्यक्ति गिर... લીલીયાના મોટા કણકોટ ગામે દીપડાનો આતંક:... પ્રજાના આરોગ્ય સાથે ચેડાં જવાબ દાર કોણ... Andhra Pradesh Transfers 11 IAS Office... Gujarat adds off‑road vehicles to stat... 158 Refugees Set to Receive Indian Cit...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગરમાં નવરાત્રિ દરમિયાન ટ્રાફિક જામ: વાહનચાલકો પરેશાન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 13 Oct 2026, 12:38 AM 👁 22
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગરમાં નવરાત્રિના પર્વ દરમિયાન શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિક જામની સમસ્યા સર્જાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. બાયપાસ રોડથી ન્યાય મંદિર અને મહેતાપુરા ત્રણ રસ્તા સુધી વાહનોની લાંબી કતારો જોવા મળી હતી..

સાબરકાંઠાના-:
હિંમતનગરમાં નવરાત્રિના પર્વ દરમિયાન ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. નવરાત્રિના બીજા દિવસે શહેરના બાયપાસ રોડ સહિત મોતીપુરાથી મહેતાપુરા તરફ જતા માર્ગ પર ટ્રાફિક જામ સર્જાતાં વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.હિંમતનગરના મોતીપુરાથી ઈડર બાયપાસ રોડ પર તેમજ મોડી સાંજે બસ સ્ટેન્ડ,બી ડિવિઝન પોલીસ સ્ટેશન,સબજેલ,એસપી કચેરી, ન્યાય મંદિર હાઈવે રોડ અને મહેતાપુરા ત્રણ રસ્તા આસપાસ ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. રસ્તા પર વાહનોની અવરજવર ધીમી પડી જતાં વાહનચાલકોને પોતાના ગંતવ્યસ્થળે પહોંચવામાં મુશ્કેલી પડી હતી..

નવરાત્રિના દિવસોમાં બજારો અને શહેરના મુખ્ય માર્ગો પર વાહનોની અવરજવર વધતી હોવાથી ટ્રાફિકની સમસ્યા વધુ વકરી રહી છે. ત્યારે શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકનું યોગ્ય સંચાલન કરવામાં આવે અને વાહનચાલકોને જામમાંથી રાહત મળે તે માટે જરૂરી વ્યવસ્થા કરવાની માગ ઊઠી રહી છે.
📲Get App