🔥 ट्रेंडिंग बीड में राज्य श्रेष्ठ शिक्षक पुरस्कार... संभागायुक्त ने लंबित प्रकरणों के त्वरि... राम बारात में कथित अश्लील नृत्य का वीड... Breaking news : ग्वालियर में 18‑19 व... महनावमी के दूसरे दिन बिदर में लिंगायत... कलेक्टर कार्यालय में जन‑सुनवाई: 117 आम...
13 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
स्थानीय

સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ ખાતે એન.એસ.એસ. યુનિટ દ્વારા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું.

✍️ रिपोर्टर: Rushikesh Joshi 🗓 13 अक्टू. 2026, 05:05 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સરકારી વિનયન કૉલેજ, અમીરગઢ ખાતે એન.એસ.એસ. યુનિટ દ્વારા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું.

સરકારી વિનયન કૉલેજ અમીરગઢ ખાતે એન એસ એસ યુનિટ દ્વારા ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-૨૦૨૬નું આયોજન કરવામાં આવ્યું તારીખ૧૩ ૧૦ ૨૦૨૬ આજ રોજ સરકારી વિનયન કૉલેજ અમીરગઢમાં એન એસ એસ વિભાગ દ્વારા શિક્ષણ વિભાગ ગુજરાત સરકાર અને સેવ કલ્ચર, સેવ ભારત ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા-૨૦૨૬નું સુચારુ આયોજન કરવામાં આવ્યું જેની મુખ્ય થીમ વિચારોને આપો વાચા દલીલોને આપો ધાર રાખવામાં આવી હતી આ સ્પર્ધામાં નિયત કરવામાં આવેલ જુદા જુદા વિષયો પર વિદ્યાર્થીઓએ પોતાના મૌલિક અને પ્રેરણાદાયક વિચારો રજૂ કર્યા હતાં આ સ્પર્ધામાં કુલ ૧૦ વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો કાર્યક્રમમાં નિર્ણાયક તરીકે હિન્દી વિભાગના પ્રો ડૉ નરેશ પી. જોશી અને ગુજરાતી વિભાગના ડૉ વર્ષાબહેન એન ચૌધરીએ સુંદર કામગીરી બજાવી હતી કૉલેજ કક્ષાએ યોજાયેલ આ સ્પર્ધામાં પ્રથમ ક્રમે રબારી ભાવના સેમ - ૧ દ્વિતીય ક્રમે પ્રજાપતિ મનિષા સેમ ૧ અને ત્રીજા ક્રમે સિપાઈ સલમાન સેમ ૩ વિજેતા બન્યા હતાં પ્રથમ ક્રમ મેળવનાર સેમ ૧ ની વિદ્યાર્થીની રબારી ભાવનાબેન જિલ્લા કક્ષાએ યોજાનાર સ્પર્ધામાં કોલેજનુ પ્રતિનિધિત્વ કરશે કૉલેજના ૨૦ વિદ્યાર્થી ભાઈઓ અને ૧૮ બહેનો મળીને કુલ ૩૮ વિદ્યાર્થીઓએ સહભાગી બની સ્પર્ધાને સફળ બનાવી હતી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અને સંચાલન કૉલેજના એન એસ એસ યુનિટના પ્રોગ્રામ ઑફિસર ડૉ મહેશ પ્રજાપતિ અને સહ કન્વીનર પ્રા ફરહીના શેખ દ્વારા સંસ્થાના આચાર્યશ્રી ડૉ એન કે સોનારાના સુચારુ માર્ગદર્શન અને પ્રેરણા હેઠળ કરવામાં આવ્યું હતું જેમાં કૉલેજના અધ્યાપકોનો સારો સહકાર મળ્યો હતો
📲Get App