🔥 TRENDING Indian Railways Launches IRCTC Super A... മഹിളാ മോർച്ച പ്രതിഷേധ സമ്മേളനം നാളെ. Chickpea Sowing Gains Momentum in Nort... BMTC to Issue Monthly Bus Passes Digit... Fire Breaks Out at Major Clothing Stor... पुरस्कारानंतरची जबाबदारी पार पडणारे मा...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

ગાંધીધામમાં ‘મિશન ફ્યુગિટિવ’ હેઠળ પ્રોહિબીશન ગુનામાં આરોપી પકડાયો

✍️ Reporter: Rameshbhai Ven 🗓 13 Oct 2026, 06:54 PM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ગાંધીધામ પોલીસ દ્વારા ‘મિશન ફ્યુગિટિવ’ ઝુંબેશમાં દુધઈ પોસ્ટમાં પ્રોહિબીશન ગુનામાં આરોપી દશરથસિંહને પકડાયો.

ગાંધીધામ પોલીસ દ્વારા ‘મિશન ફ્યુગિટિવ’ હેઠળ દુધઈ પોસ્ટમાં પ્રોહિબીશન ગુનામાં આરોપી પકડાયો.

પોલીસ મહાનિરીક્ષક ચીરાગ કોરડીયા અને અધિક્ષક સાગર બાગમાર દ્વારા પૂર્વ કચ્છ ગાંધીધામમાં નાસતા ફરતા આરોપીઓને શોધવા સ્પેશિયલ ઝુંબેશ ચલાવવામાં આવ્યો.

એલ.સી.બી. ટીમ, જે પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા ની આગેવાનીમાં હતી, ટેકનીકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સ મારફતે અંજારમાં આરોપી હોવાની માહિતી મેળવી અને જરૂરી વર્ક આઉટ કરીને અંજાર ખાતેથી પકડી પાડી.

પકડાયેલ આરોપીનું નામ દશરથસિંહ, ઉર્ફે દસુભા પથુભા વાઘેલા, મુળ રહે. ભુટકીયા ભિમાસર, તા.રાપર, હાલે ૨હે, રાપર ખોખરા, તા.અંજાર, કચ્છ.

આ કામગીરી લોકલ ક્રાઈમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સપેકટર જે.એમ.વાળા અને એલ.સી.બી. સ્ટાફ દ્વારા કરવામાં આવી.
📲Get App