राजनीति
હિંમતનગર: મહિલા મોરચા દ્વારા કોંગ્રેસ કાર્યાલય સામે યૌન શોષણના આરોપો મુદ્દે વિરોધ પ્રદર્શન
હિંમતનગરના મોતીપુરા સ્થિત જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા મણિપુરના કોંગ્રેસ સાંસદ પર થયેલા ગંભીર યૌન શોષણના આરોપોને પગલે આક્રમક વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું.
હિંમતનગરના મોતીપુરા ખાતે આવેલ સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ કાર્યાલય સામે આજે ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચા દ્વારા જોરદાર વિરોધ પ્રદર્શન યોજાયું હતું. આ વિરોધ પ્રદર્શન મણિપુરના કોંગ્રેસ સાંસદ અને JNUના પૂર્વ પ્રોફેસર અંગોમ બીમોલ પર લાગેલા યૌન શોષણના ગંભીર આરોપોના સંદર્ભમાં કરવામાં આવ્યું હતું.
મળતી માહિતી મુજબ, JNUની તપાસ સમિતિ દ્વારા યૌન શોષણના આરોપોમાં દોષિત ઠેરવ્યા બાદ પ્રોફેસર અંગોમ બીમોલ પાસેથી રાજીનામું લેવાઈ ચૂક્યું છે. તેમ છતાં, ભારતીય જનતા પાર્ટીનો આક્ષેપ છે કે કોંગ્રેસ પક્ષ દ્વારા તેમને સાંસદ પદેથી મુક્ત કરવા કે પક્ષમાંથી હાંકી કાઢવા માટે કોઈ નક્કર પગલાં લેવામાં આવ્યા નથી. ભાજપે કોંગ્રેસ હાઇકમાન્ડ સામે ગંભીર આક્ષેપો કર્યા હતા કે, JNU તપાસમાં દોષિત ઠર્યા બાદ પણ તેમના પર કાર્યવાહી કરવામાં આવી રહી નથી.
ભાજપના મહિલા મોરચાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ એક તરફ મહિલા સશક્તિકરણની મોટી-મોટી વાતો કરે છે, પરંતુ બીજી તરફ યૌન શોષણના આરોપી સાંસદને પક્ષમાં જાળવી રાખી પોતાની બેવડી નીતિ છતી કરી રહી છે. આ મુદ્દે કોંગ્રેસના વલણ સામે રોષ વ્યક્ત કરતાં ભાજપના કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો હતો.