🔥 ट्रेंडिंग રાજુલા શહેરના વિકાસમાં વધુ એક મહત્વપૂર... गुजरात विश्वविद्यालय में द्वि-कार उपयो... वैशाली में नाव हादसा: 13 बच्चों की मौत... तुनगभद्रा नदी में महिला का शव मिला, पु... आंध्र प्रदेश में 22 नए डायलिसिस केंद्र... इंस मंगrol की मुंबई तट पर कमीशनिंग, पन...
14 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
દેવલીયા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

દેવલીયા પ્રાથમિક શાળામાં ક્લસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું

✍️ रिपोर्टर: Bhailalbhai Baria 🗓 13 अक्टू. 2026, 11:24 PM 👁 30
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના દેવલીયા ક્લસ્ટર ખાતે ગણિત-વિજ્ઞાન પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું.
જી.સી.ઈ.આર.ટી. ગાંધીનગરની પ્રેરણા હેઠળ તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન, નર્મદાના આયોજન અંતર્ગત દેવલીયા પ્રાથમિક શાળા ખાતે ક્લસ્ટર કક્ષાનું ગણિત-વિજ્ઞાન પ્રદર્શન યોજાયું હતું. આ પ્રદર્શનમાં ક્લસ્ટરની વિવિધ પ્રાથમિક શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.
પ્રદર્શનમાં વિદ્યાર્થીઓ દ્વારા ગણિત, વિજ્ઞાન અને ઇનોવેશન આધારિત અંદાજે 15 જેટલી વિવિધ વૈજ્ઞાનિક કૃતિઓ રજૂ કરવામાં આવી હતી. બાળકોએ પોતાની સર્જનાત્મકતા, વૈજ્ઞાનિક અભિગમ અને નવીન વિચારો દ્વારા વિવિધ પ્રયોગો, ચાર્ટ અને મોડેલ રજૂ કરી સૌનું ધ્યાન આકર્ષિત કર્યું હતું. વિદ્યાર્થીઓએ પાયથાગોરસનો સિદ્ધાંત, અણુ રચના તથા અન્ય રસપ્રદ વૈજ્ઞાનિક પ્રયોગો અને ગણિતનાં મોડેલ દ્વારા પોતાની પ્રતિભા રજૂ કરી હતી.
પ્રદર્શનમાં રજૂ થયેલી કૃતિઓને કુલ પાંચ વિભાગમાં વહેંચવામાં આવી હતી. દરેક વિભાગમાંથી નિર્ણાયકો દ્વારા શ્રેષ્ઠ કૃતિની પસંદગી કરવામાં આવી હતી. આમ, કુલ પાંચ શ્રેષ્ઠ કૃતિઓની આગામી કક્ષાએ રજૂઆત માટે પસંદગી કરવામાં આવી હતી.
સમગ્ર કાર્યક્રમનું સંચાલન ક્લસ્ટર કો-ઓર્ડિનેટર શ્રી રજનીકાંત એન. રાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે દેવલીયા ગ્રુપ શાળાના મુખ્ય શિક્ષક શ્રી રવિભાઈ વસાવાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમને સફળ બનાવવા માટે ભૂમિકાબેન જાની, ઉમાકાન્ત બારીયા, રામજીભાઈ રોહિત, ભરતભાઈ પ્રજાપતિ, વિપિનભાઈ બારિયા અને અમૃતભાઈ બારિયા સહિતના શિક્ષકોએ સહયોગ આપ્યો હતો. જ્યારે વિવેકભાઈ વસાવા અને પ્રીતિબેન વસાવાએ નિર્ણાયક તરીકેની ભૂમિકા નિભાવી હતી.
આવા શૈક્ષણિક પ્રદર્શનો વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક દૃષ્ટિકોણ, તાર્કિક વિચારશક્તિ, સંશોધનવૃત્તિ અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે. દેવલીયા ક્લસ્ટર ખાતે યોજાયેલું આ પ્રદર્શન વિદ્યાર્થીઓની પ્રતિભાને ઉજાગર કરતું અને શિક્ષણને પ્રયોગાત્મક બનાવતું પ્રેરણાદાયી આયોજન બની રહ્યું હતું.
📲Get App