🔥 TRENDING कटनी: बकलेहटा में बिजली संकट से सूख रह... ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના... निगोही: नाबालिग को बहला-फुसलाकर भगाने... Punjab Police Officer Injured in Encou... Drone Strike Hits Oil Tanker Near Soha... Tanker off Oman Ignites After Drone St...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
રાજુલાની નિઃશુલ્ક હોસ્પિટલને સેવાભાવી પરિવારોનો સહયોગ

રાજુલાની નિઃશુલ્ક હોસ્પિટલને સેવાભાવી પરિવારોનો સહયોગ

✍️ Reporter: Anil Vaghela 🗓 13 Oct 2026, 08:12 AM 👁 21
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post
રાજુલાની નિઃશુલ્ક હોસ્પિટલને સેવાભાવી પરિવારોનો સહયોગ

વતન પ્રત્યેનો પ્રેમ એટલે દર્દી દેવો ભવ

મજીઠીયા પરિવાર તરફથી ભોજનાલય માટે રૂપિયા ૨૧ લાખનું દાન મહેન્દ્રભાઈ રાયચા તરફથી આધુનિક લેબોરેટરી માટે રૂપિયા ૭ લાખની સહાય
રાજુલા શહેરમાં જરૂરિયાતમંદ દર્દીઓને નિ શુલ્ક આરોગ્યસેવા પૂરી પાડવાના ઉમદા હેતુ સાથે કાર્યરત શ્રી રામકૃષ્ણ આરોગ્ય સેવા ટ્રસ્ટ રાજુલા સિટી સંચાલિત શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલને સેવાભાવી દાતાઓ તરફથી આર્થિક સહયોગ પ્રાપ્ત થયો છે. હોસ્પિટલની સુવિધાઓના વિકાસ અને દર્દીઓને વધુ સારી આરોગ્યસેવા મળી રહે તે હેતુથી બે દાતાઓ દ્વારા નોંધપાત્ર દાન આપવામાં આવ્યું છે.

માતુશ્રી ઉર્મિલાબેન નાનુભાઈ મજીઠીયા પરિવાર તરફથી રુપિયા ૨૧ લાખનું દાન

માતુશ્રી ઉર્મિલાબેન નાનુભાઈ મજીઠીયા પરિવાર ઉર્મિન ગ્રુપ અને ઉર્મિન ફાઉન્ડેશન અમદાવાદ તરફથી હોસ્પિટલના ભોજનાલય માટે રૂપિયા એકવીસ લાખની રકમ સીએસઆર ફંડમાંથી ચેક મારફતે અર્પણ કરવામાં આવી છે. આ રકમ હોસ્પિટલમાં સારવાર માટે આવતા દર્દીઓ અને અન્ય જરૂરિયાતમંદોને ભોજનાલયની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં ઉપયોગી બનશે.

આ પ્રસંગે હોસ્પિટલના ટ્રસ્ટીશ્રીઓ શ્રી પી.કે. લહેરી, શ્રી બીપીનભાઈ લહેરી અને ડોકટર કમલેશભાઈ જોષીને ચેક અર્પણ કરવામાં આવ્યો હતો.

આ સેવાકાર્યમાં શ્રી કૌશિકભાઈ નાનુભાઈ, શ્રી રાજેન્દ્રભાઈ નાનુભાઈ, શ્રી તેજસભાઈ નાનુભાઈ, શ્રી નિશાંતભાઈ રાજેન્દ્રભાઈ, શ્રી દેવાંશભાઈ રાજેન્દ્રભાઈ અને શ્રી માલવભાઈ કૌશિકભાઈ સહિત મજીઠીયા પરિવારનો સહયોગ રહ્યો હતો.

મહેન્દ્રભાઈ રાયચા તરફથી આધુનિક લેબોરેટરી માટે રૂપિયા ૭ લાખનું દાન

બીજી તરફ, ઝેનીથ હેલ્થકેર લિમિટેડના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર શ્રી મહેન્દ્રભાઈ ચત્રભુજભાઈ રાયચા દ્વારા શ્રી મહાત્મા ગાંધી આરોગ્ય મંદિર નિઃશુલ્ક હોસ્પિટલમાં આધુનિક ટેકનોલોજી ધરાવતું લેબોરેટરી મશીન ખરીદવા માટે સાત લાખ રૂપિયાનું દાન આપવામાં આવ્યું છે.

આ મશીનની મદદથી ૮૪ પ્રકારના ટેસ્ટ કરવાની સુવિધા ઉપલબ્ધ કરાવવાનો હેતુ છે. આ સુવિધા શરૂ થવાથી દર્દીઓને જરૂરી તપાસની સુવિધા હોસ્પિટલમાં જ ઉપલબ્ધ કરાવવામાં મદદ મળશે અને નિઃશુલ્ક આરોગ્યસેવાને વધુ મજબૂતી મળશે.

શ્રી મહેન્દ્રભાઈ ચત્રભુજભાઈ રાયચા રાજુલાના ઠક્કર ચત્રભુજભાઈ દયાળજીભાઈના પુત્ર છે. તેઓ બાબુભાઈ ઠક્કર, ભીખુભાઈ ઠક્કર, હરગોવિંદભાઈ હકુંભાઈ અને દિલીપભાઈ ઠક્કરના નાના ભાઈ છે. આ પ્રસંગે શ્રી મહેન્દ્રભાઈ ચત્રભુજભાઈ રાયચા તથા શ્રી અક્ષિતભાઈ મહેન્દ્રભાઈ રાયચાનું નામ પણ ઉલ્લેખનીય છે.

સેવાભાવી દાતાઓના સહયોગથી હોસ્પિટલની સુવિધાઓને મળશે વેગ

રાજુલાની નિઃશુલ્ક હોસ્પિટલને મળેલી આ બંને દાનરાશિથી ભોજનાલયની સુવિધા અને આધુનિક લેબોરેટરીના વિકાસને પ્રોત્સાહન મળશે. સેવાભાવી પરિવારો અને દાતાઓના આર્થિક સહયોગથી જરૂરિયાતમંદ દર્દીઓને વધુ સારી આરોગ્યસેવા પૂરી પાડવાના પ્રયાસોને નવી દિશા મળશે.

કુલ દાનરાશિ
રુપિયા ૨૮,૦૦,૦૦૦

મજીઠીયા પરિવાર તરફથી રુપિયા ૨૧ લાખ ભોજનાલય માટે મહેન્દ્રભાઈ રાયચા તરફથી: રુપિયા ૭ લાખ આધુનિક લેબોરેટરી મશીન માટે
📲Get App