🔥 TRENDING जानसठ तहसील के गंगा विहार कॉलोनी में ड... CISF books two for cheating in IIT Goa... उदयपुर के नाई गांव में सरपंच नामांकन क... India Aims for 604 Million Tonnes Stee... Nagaland Dear Lottery Results Announce... सड़क हादसे में रोडवेज बस की टक्कर से अ...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Politics

રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા મહિયલ બૂથની મતદાર યાદી સુધારણા કાર્યક્રમ હેઠળ મુલાકાત..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 01:24 PM 👁 35
Watch on: ▶️ YouTube
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

રાજ્ય ચૂંટણી આયોગ, ગુજરાત દ્વારા આયોજિત મતદાર યાદી સુધારણા કાર્યક્રમ–૨૦૨૬ અંતર્ગત તલોદ તાલુકાના મહિયલ બૂથની મુલાકાત લેવાઈ. આ મુલાકાતમાં મતદાર યાદીમાં સુધારા-વધારા અને નવા મતદારોની નોંધણી જેવી કામગીરીનું નિરીક્ષણ કરાયું..

સાબરકાંઠામાં-:
રાજ્ય ચૂંટણી આયોગ ગુજરાત દ્વારા આયોજિત 'મતદાર યાદી સુધારણા કાર્યક્રમ–૨૦૨૬' અંતર્ગત તલોદ તાલુકાના મહિયલ બૂથ ખાતે એક સમીક્ષા મુલાકાત યોજાઈ હતી.આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય મતદાર યાદીમાં જરૂરી સુધારા-વધારા,નવા મતદારોની નોંધણી અને અન્ય સંબંધિત કામગીરીનું સ્થળ પર નિરીક્ષણ કરવાનો હતો..

આ મુલાકાત દરમિયાન, અધિકારીઓએ બૂથ પર ચાલી રહેલી કામગીરીનું ઝીણવટપૂર્વક નિરીક્ષણ કર્યું અને સંબંધિત કર્મચારીઓને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ કાર્યક્રમ દ્વારા મતદાર યાદીને વધુ સચોટ અને અદ્યતન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે..

લોકશાહીના પાયાને વધુ મજબૂત બનાવવા અને દરેક પાત્ર નાગરિકનો મતદાર યાદીમાં સમાવેશ થાય તે સુનિશ્ચિત કરવા માટે આ કાર્યક્રમ અત્યંત મહત્વપૂર્ણ છે. અધિકારીઓએ ૧૮ વર્ષ પૂર્ણ કરનાર તમામ યુવા મિત્રો અને નાગરિકોને પોતાના મતાધિકારની નોંધણી કરાવી લોકશાહીના આ મહાપર્વમાં સહભાગી થવા અનુરોધ કર્યો.
📲Get App