જાફરાબાદ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ
જાફરાબાદ નગરપાલિકા દ્વારા શહેરી વિકાસ વર્ષ ૨૦૨૬ અંતર્ગત નવરાત્રીના પ્રારંભે જાફરાબાદના હરકોર બાગ ખાતે સ્વદેશી મેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું કે. ધારાસભ્ય હીરાભાઈ સોલંકીની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ સ્વદેશી વસ્તુઓના ઉપયોગને પ્રોત્સાહન આપવા સાથે સ્થાનિક વેપારીઓ, કારીગરો અને રોજગારની તકોને પ્રોત્સાહિત કરવાનો હતો.
સ્વદેશી મેળામાં બાળકો માટે રમકડાં, નાસ્તા સહિતની વિવિધ ચીજવસ્તુઓની દુકાનો આકર્ષણનું કેન્દ્ર બની હતી. મેળામાં વિવિધ સ્ટોલ દ્વારા સ્થાનિક ઉત્પાદનો અને વસ્તુઓને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. નવરાત્રીના પર્વ દરમિયાન નગરજનો પરિવાર સાથે મેળાની મુલાકાત લઈ શકે તે માટે પણ અપીલ કરવામાં આવી હતી.
આ પ્રસંગે જાફરાબાદ નગરપાલિકાનાં પ્રમુખ શ્રીમતી રવિનાબેન બારૈયા, ઉપપ્રમુખ નીરવભાઈ ઠાકર, નગરપાલિકાના ચેરમેન કનેયાલાલ, ચીફ ઓફિસર ભાવનાબેન ગોવસ્વામી, જિલ્લા ભાજપના પૂર્વ પ્રમુખ યોગેશભાઈ બારૈયા, કોળી સમાજના પ્રમુખ મનહરભાઈ બારૈયા તથા પ્રફુલભાઈ બારૈયા સહિતના આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.
સ્વદેશી મેળાના આયોજનથી સ્થાનિક વેપારીઓ અને કારીગરોને પોતાની વસ્તુઓનું વેચાણ કરવા માટે મંચ મળી રહ્યો છે. સાથે જ સ્વદેશી વસ્તુઓ અપનાવવા અને સ્થાનિક રોજગારને વેગ આપવા માટેનો સંદેશ પણ આપવામાં આવ્યો હતો.