🔥 TRENDING જેતપુરના કેમિકલયુક્ત પાણી મુદ્દે પોરબં... AP Govt Assigns 11 IAS Officers to New... Special Chief Secretary Urges Daily En... McCain Foods to Acquire Falcon Agrifri... Mehul Telecom launches three new franc... Gujarat Congress MLA Jignesh Mevani Bo...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

હિંમતનગર નગરપાલિકા દ્વારા શહેરની સ્વચ્છતા અને આરોગ્ય જાળવણી માટે સઘન કામગીરી..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 04:02 PM 👁 29
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

હિંમતનગર નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા જાળવવા અને મચ્છરજન્ય રોગોના નિવારણ માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.નાગરિકોને પણ સહયોગ આપવા અપીલ કરાઈ છે..

સાબરકાંઠામાં-:
હિંમતનગર નગરપાલિકા આરોગ્ય વિભાગ દ્વારા શહેરની સ્વચ્છતા વ્યવસ્થા જાળવવાના હેતુસર સક્રિય કામગીરી હાથ ધરવામાં આવી છે. આજરોજ તારીખ ૧૨-૧૦-૨૦૨૬ ના રોજ શહેરના વિવિધ વિસ્તારોમાં સ્વચ્છતા સંબંધિત સમસ્યાઓનું ત્વરિત નિરાકરણ લાવવામાં આવ્યું હતું. રસ્તાઓ પરથી સફાઈ જેવી કામગીરી પણ ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી હતી..

હિંમતનગર નગરપાલિકા શહેરના નાગરિકોના આરોગ્ય અને સ્વચ્છતા પ્રત્યે પ્રતિબદ્ધતા દર્શાવી રહી છે. ખાસ કરીને, મચ્છરજન્ય રોગોના નિવારણ માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.આ સંદર્ભમાં નગરપાલિકા દ્વારા નાગરિકોને પોતાના ઘર અને આસપાસના વિસ્તારમાં પાણીનો ભરાવો ન થાય તેની કાળજી રાખવા અને સ્વચ્છતા જાળવવા અનુરોધ કરવામાં આવ્યો છે.સ્વસ્થ અને સ્વચ્છ હિંમતનગરના નિર્માણમાં સૌના સહયોગની અપેક્ષા રાખવામાં આવી છે.આ ઉપરાંત નાગરિકો પાસેથી પ્રાપ્ત થયેલ ફરિયાદોને પ્રાથમિકતા આપીને સ્થળ પર તાત્કાલિક મુલાકાત લઈ જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.નાગરિકોના સહકાર સાથે શહેરને સ્વચ્છ,સુરક્ષિત અને સુવ્યવસ્થિત રાખવા માટે નગરપાલિકા સતત પ્રતિબદ્ધ છે અને આ દિશામાં પ્રયાસો ચાલુ રાખશે.
📲Get App