स्थानीय
બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા વૃદ્ધાશ્રમના વડીલો સાથે ગરબા અને આરતીનો આનંદ માણ્યો..
બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધાશ્રમના વડીલોને આમંત્રિત કરી ગરબા અને આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..
બનાસકાંઠા પોલીસ પરિવાર દ્વારા એક પ્રેરણાદાયી પહેલ કરવામાં આવી છે. પોલીસ હેડક્વાર્ટર પરેડ ગ્રાઉન્ડ ખાતે વૃદ્ધાશ્રમના વડીલોને ખાસ આમંત્રિત કરીને તેમની સાથે ગરબા અને આરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો..
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય સમાજના વડીલોને ખુશી અને આનંદ આપવાનો હતો.પોલીસ પરિવારના સભ્યોએ વૃદ્ધાશ્રમના વડીલો સાથે મળીને ગરબા રમ્યા અને આરતીમાં ભાગ લીધો,જેનાથી વાતાવરણ ભક્તિમય અને આનંદમય બન્યું હતું.આ પ્રસંગે પોલીસ અધિકારીઓ અને તેમના પરિવારો પણ જોડાયા હતા.વડીલોના ચહેરા પરનો આનંદ અને સંતોષ પોલીસ પરિવાર માટે પ્રેરણારૂપ બન્યો હતો.આવા કાર્યક્રમો સમાજમાં એકતા અને સદ્ભાવના વધારવામાં મદદરૂપ થાય છે.