🔥 TRENDING मैनपुरी में मिशन शक्ति 6.0 के तहत 10 द... 299 డివిజన్ గుండ్ల పోచంపల్లి ગાંધીધામ: ભત્રીજાના સાળાએ વિશ્વાસઘાત ક... चकाई डिग्री कॉलेज में अगले साल से शुरू... ब्रेकिंग न्यूज़ मथुरा छटीकरा में एक... UP Board releases 2027 Class 12 timeta...
13 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

કઠવાવડી ગામે કપાસની આડમાં ગાંજાનું વાવેતર: એક ઝડપાયો, ખેતર માલિક ફરાર..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 11:31 PM 👁 17
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સાબરકાંઠા જિલ્લાના વિજયનગર પોલીસે કપાસના ખેતરમાંથી ગાંજાના છોડનું ગેરકાયદે વાવેતર ઝડપી પાડ્યું છે. પોલીસે 7 કિલો ગાંજા સાથે એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે ખેતર માલિક ફરાર છે..

સાબરકાંઠાના-:
વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં આવેલ કઠવાવડી ગામેથી પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા કપાસના પાકની આડમાં વાવેતર કરેલ ગાંજાને ઝડપી પાડ્યો છે. પોલીસે અંદાજે રૂ.3.50 લાખની કિંમતના 7 કિલો ગાંજા સાથે એક શખ્સને ઝડપી લીધો છે. આ મામલે પોલીસે તેની વિરૂધ્ધ રવિવારે વિજયનગર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એકટના ભંગ બદલ ગુનો દાખલ કર્યો છે..

આ અંગે જિલ્લા પોલીસ અધિક્ષક ડૉકટર પાર્થરાજસિંહ ગોહિલ તથા ખેડબ્રહ્મા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક ડૉકટર કુલદીપ નાયીના માર્ગદર્શન હેઠળ નશીલા પદાર્થોના વેચાણ અને ગેરકાયદે પ્રવૃત્તિઓ અટકાવવાના ભાગરૂપે વિજયનગર પોલીસ સ્ટેશનની હદમાં પેટ્રોલિંગ ચાલી રહ્યું હતું. તે દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે કઠવાવડી ગામે એક કપાસના ખેતરમાં કપાસના પાકની આડમાં ગાંજાના છોડનું ગેરકાયદે વાવેતર કરવામાં આવ્યું છે.આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક દરોડો પાડ્યો હતો. પોલીસે ખેતરમાં તપાસ કરતાં ગાંજાના છોડ મળી આવ્યા હતા. આ મામલે પીઆઈ ડી.વી.હડાત અને પીએસઆઈ આર.એલ.દેસાઈની ટીમે કઠવાવડી ખાતે રહેતા રામ ઉર્ફે રોમો પરમાર (ઉં.વ.32)ની ધરપકડ કરી છે. જોકે, ખેતરના માલિક મનુ માધાભાઈ પટેલ, રહે.લક્ષ્મીપુરા, તા.ખેડબ્રહ્મા પોલીસની પકડથી દૂર છે..

પોલીસે પકડાયેલા રામો પરમાર વિરૂધ્ધ એનડીપીએસ એક્ટની કલમ 8(સી) અને 20(એ)(આઈ) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે ફરાર ખેતર માલિકને ઝડપી પાડવા માટે પણ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
📲Get App