🔥 TRENDING ભરૂચ RTI એક્ટિવિસ્ટ ટીમે રાજ્યપાલને રજ... ડીસા રેલવે ફાટક પર ભયાનક ટ્રાફિક જામ,... सरयू नदी के भीषण कटान से महाराजपुर गां... ‘ਸਵੱਛਤਾ ਹੀ ਸੇਵਾ’ ਮੁਹਿੰਮ ਤਹਿਤ ਗਿੱਲੇ ਤੇ... દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ-વે પર બે ટેમ્પો... नहरानी महोत्सव का भव्य आयोजन: स्थानीय...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

પોલીસે ૧૧ કિલોથી વધુ ગાંજા સાથે ત્રણ આરોપીઓને ઝડપી પાડ્યા, ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માન..

✍️ Reporter: Shahbuddin A Shiroya 🗓 12 Oct 2026, 04:14 PM 👁 10
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

પોલીસે વનસ્પતિજન્ય ગાંજાના લીલા છોડ અને સૂકા ગાંજા સહિત કુલ ૧૧.૩૯૭ કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે. આ મામલે ત્રણ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે અને તેમની પાસેથી કુલ રૂ. ૫,૬૯,૮૫૦/- ની કિંમતનો મુદ્દામાલ કબજે કરાયો છે. ઉત્કૃષ્ટ કામગીરી બદલ પોલીસ ટીમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવી..

અરવલ્લીમાં-:
પોલીસે બાતમીના આધારે કાર્યવાહી કરતા વનસ્પતિજન્ય ગાંજાના લીલા કુલ છોડ નંગ-૬ તથા સુકો ગાંજો મળી કુલ ૧૧.૩૯૭ કિલોગ્રામ ગાંજો ઝડપી પાડ્યો છે.આ ગાંજાની અંદાજિત બજાર કિંમત રૂ. ૫,૬૯,૮૫૦/- આંકવામાં આવી છે.પોલીસે ઘટનાસ્થળેથી ત્રણ આરોપીઓને પણ ઝડપી પાડ્યા હતા..

પોલીસની આ કાર્યવાહી દરમિયાન ઝડપાયેલા ગાંજાના જથ્થા અને આરોપીઓ પાસેથી અન્ય કોઈ ગુનાહિત પ્રવૃત્તિ સંબંધિત પુરાવા મળે છે કે કેમ તે દિશામાં પણ તપાસ હાથ ધરવામાં આવી છે.આરોપીઓની પૂછપરછ બાદ વધુ વિગતો બહાર આવવાની શક્યતા છે.આ સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસ ટીમે દર્શાવેલી ઉત્કૃષ્ટ કામગીરી અને સતર્કતા બદલ તેમને પ્રશંસાપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.આ પ્રકારની કાર્યવાહીથી સ્થાનિક વિસ્તારમાં ગુનાખોરી ડામવામાં પોલીસની પ્રતિબદ્ધતા સ્પષ્ટ થાય છે.
📲Get App