🔥 TRENDING फारबिसगंज के पिपरा-कोल्हुआ में माँ शेर... પેથાપુર પોલીસ મથકમાં કોંગ્રેસનાં જીગ્ન... અમદાવાદમાં દિવાળી નિમિત્તે ખોડલ કૃપા લ... Amitabh Bachchan Celebrates 84th Birth... ‘Community’ Cast Updates Fans on Upcom... New Naruto Anime Series Announced Alon...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

અમરેલી તાલુકાના કેરાળા ગામમાં રેતી માફિયાના કારણે ગ્રામ પંચાયતે એસ.પી.ને ફરિયાદ

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 12 Oct 2026, 12:42 AM 👁 16
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

અમરેલી તાલુકાના કેરાળા ગામમાં ગેરકાયદેસર રેતી ભરેલા વાહનો દિવસ-રાત ગામમાંથી પસાર થતા હોવાથી નાના બાળકોને રસ્તો ઓળંગવામાં તકલીફ અને ગ્રામ પંચાયતની ગટર-પાણી પાઈપલાઈન નુકસાન થાય છે. ગ્રામ પંચાયતે આ મુદ્દે અમરેલી એસ.પી.ને લેખિત ફરિયાદ કરી અને તાત્કાલિક અટકાવવાની માંગ કરી છે.

ગ્રામ પંચાયત, કેરાળા (અમરેલી તાલુકા) દ્વારા અમરેલી એસ.પી.ને લેખિત ફરિયાદ કરવામાં આવી છે, જેમાં ગેરકાયદેસર રેતી ભરેલા વાહનોના કારણે લોકોને ત્રાસ અને નુકસાન થાય છે.જણાવવામાં આવ્યો છે.

ફરિયાદ મુજબ, દિવસ-રાત ગામમાંથી પસાર થતી ઓવરલોડ રેતી વાહનોના કારણે નાના બાળકોને રસ્તો ઓળંગવામાં ભારે તકલીફ પડે છે અને ગ્રામ પંચાયતની ગટર લાઈન અને પીવાના પાણીની પાઈપલાઈન વારંવાર તૂટી જાય છે. ગામ વાસીઓને અવાર-નવાર ધાક-ધમકી પણ આપવામાં આવે છે.

ગ્રામ પંચાયતે આ ગેરકાયદેસર પ્રવૃત્તિ તાત્કાલિક અટકાવવાની માંગ કરી છે અને વારંવાર રજૂઆત કરતાં પણ કોઈ તંત્ર ધ્યાન મા લેતું નથી. ફરિયાદની નકલ કૌશિકભાઈ વેકરિયા કાર્યાલય અને તાલુકા પોલીસ સ્ટેશન, અમરેલીને આપવામાં આવેલ છે.
📲Get App