🔥 TRENDING Payout తణుకు మున్సిపల్ ఛైర్మన్ పదవి జనరల్ కేట... बंजारी पट्टी के चनपटिया गांव में नाली... मतदाता सूची में नाम जोड़ने के लिए विशे... ધાર્મિક સ્થળોએ ચોરી કરતી આંતરરાજ્ય ગેં... બીજા નોરતે માતા બ્રહ્મચારિણીની ભક્તિભા...
12 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Crime

સુરતમાં માતા સાથે આઈસ્ક્રીમ ખાવા ગયેલી મહિલા પર હુમલો, સારવાર દરમિયાન મોત

✍️ Reporter: Maheta Dhavalkumar Jitendrabhai 🗓 12 Oct 2026, 10:25 PM 👁 21
Watch on: 📘 Facebook
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

સુરત શહેરના કઠોર ગામમાં માતા સાથે આઈસ્ક્રીમ ખાવા ગયેલી 37 વર્ષીય અપરિણીત મહિલા પર અન્ય મહિલા અને તેની બે પુત્રીઓએ હુમલો કર્યો હતો. આ ધક્કામુક્કી દરમિયાન મહિલા જમીન પર પટકાતાં બેભાન થઈ ગઈ હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું.

સુરત શહેરના છેવાડે આવેલા કઠોર ગામમાં એક અરેરાટીજનક ઘટના બની છે. માતા સાથે આઈસ્ક્રીમ ખાવા નીકળેલી 37 વર્ષીય અપરિણીત મહિલા પર અન્ય મહિલા અને તેની બે પુત્રીઓએ જીવલેણ હુમલો કર્યો હતો. જમાઈ સાથે વાતચીત કરવાની અદાવતમાં થયેલી ધક્કામુક્કી દરમિયાન મહિલા જમીન પર પટકાતાં બેભાન થઈ ગઈ હતી અને ટૂંકી સારવાર બાદ તેનું મોત નીપજ્યું હતું. આ ઘટના બાદ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

મૂળ કામરેજના હલધરુ ગામના વતની અને હાલ કઠોર ગામ સ્થિત પટેલ ટેકરા ખાતે રહેતી 37 વર્ષીય રૂકૈયાબીબી ઈલ્યાસમિયા શેખ છૂટક મજૂરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવતી હતી. પ્રાપ્ત માહિતી અનુસાર, સાંજના સમયે તે પોતાની માતા સાથે કઠોર રેફરલ હોસ્પિટલની સામે અને ગલિયારા સ્કૂલ નજીક રોડ પર આઈસ્ક્રીમ ખાવા ગઈ હતી.

તે દરમિયાન ગુલીસ્તાન નગર ખાતે રહેતી સબાના તથા તેની બે પુત્રીઓ તરન્નુમ અને તબસ્સુમ રિક્ષામાં ત્યાં ધસી આવી હતી. કોઈપણ જાતની વાતચીત કર્યા વગર બંને પુત્રીઓએ રૂકૈયાબીબીના ગાલ પર ઉપરાઉપરી ઝાપટો મારવાનું શરૂ કર્યું હતું. આ હુમલા દરમિયાન થયેલી ધક્કામુક્કીમાં રૂકૈયાબીબી જમીન પર પટકાયા હતા અને બેભાન થઈ ગયા હતા.

ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ઉત્રાણ પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી કાર્યવાહી હાથ ધરી હતી. બેભાન થયેલી રૂકૈયાબીબીને સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું દુઃખદ અવસાન થયું હતું. પોલીસે સ્મીમેર હોસ્પિટલમાં ફોરેન્સિક પેનલ દ્વારા પોસ્ટમોર્ટમ કરાવી અકસ્માત મોતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે અને આ ઘટનાની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી છે.
📲Get App