🔥 ट्रेंडिंग अरुणाचल प्रदेश ने पाँच नए जलविद्युत पर... தமிழக வெற்றி கழகத்தில் பாமக இணைந்தால்... આશાપુરા ચેરિટેબલ ટ્રસ્ટ મુન્દ્રા દ્વાર... जम्मू में अक्टूबर की सबसे अधिक बारिश क... जम्मू-कश्मीर के एलजी ने कहा, क्षेत्र ब... जम्मू कश्मीर ने गोवा को 69 रनों से हरा...
12 अक्टू. 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
धर्म

શારદીય નવરાત્રીનો પ્રારંભ: પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ભક્તિભાવપૂર્વક પૂજા..

✍️ रिपोर्टर: Shahbuddin A Shiroya 🗓 11 अक्टू. 2026, 10:44 PM 👁 16
शेयर करें: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

આજે શારદીય નવરાત્રીનો પ્રથમ દિવસ છે, જે દરમિયાન ભક્તોએ માતા શૈલપૂત્રીની ભક્તિભાવપૂર્વક ઉપાસના કરી. આ પવિત્ર અવસર પર મંદિરોમાં વિશેષ પૂજા-અર્ચના અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું..

શારદીય નવરાત્રીનો આજે શુભ પ્રારંભ થયો છે, જે દરમિયાન પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની ઉપાસના કરવામાં આવી.આ પવિત્ર દિવસથી દેવી દુર્ગાના નવ સ્વરૂપોની આરાધનાનો પ્રારંભ થાય છે.પ્રથમ નોરતે માતા શૈલપૂત્રીની પૂજાનું વિશેષ મહત્વ છે,જે પર્વતોના રાજા હિમાલયની પુત્રી તરીકે ઓળખાય છે.આ અવસરે રાજ્યભરના મંદિરોમાં શ્રદ્ધાળુઓની ભારે ભીડ જોવા મળી. ભક્તોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી અને પૂજા-અર્ચના કરી. અનેક સ્થળોએ વિશેષ પૂજા-અર્ચના, ભજન-કીર્તન અને આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું,જેમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા..

નવરાત્રીના આ પવિત્ર દિવસો દરમિયાન લોકો ઉપવાસ રાખી માતાજીની કૃપા મેળવવા પ્રયાસ કરે છે.માતા શૈલપૂત્રીને શક્તિ,સ્થિરતા અને શાંતિનું પ્રતિક માનવામાં આવે છે.આ દિવસથી શરૂ થતા નવ દિવસીય ઉત્સવમાં લોકો વિવિધ ધાર્મિક કાર્યો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરે છે.
📲Get App