🔥 TRENDING અમદાવાદ: BRTS કોરિડોરમાં ખાડો બે બાઈકસ... বাগনানের মুগকল্যান বাবুর মাঠে মণ্ডপের... Fire Damages 22nd‑Floor Flat in Balewa... Man Arrested After 20 Years in ₹37 Lak... Three Arrested in Murder of Two App Ca... Hyderabad Man Stabs Married Woman to D...
11 Oct 2026•
ગુજરાતી मराठी ਪੰਜਾਬੀ বাংলা
Local

પાલીતાણાના રંડોળા ગામના વીર જવાન જયદીપ મકવાણા ફરજ દરમિયાન શહીદ, હજારોની મેદનીએ આપી અશ્રુભીની વિદાય

✍️ Reporter: Rangpara Shaileshbhai 🗓 11 Oct 2026, 11:12 AM 👁 9
Share: 💬 WhatsApp 📘 Facebook 𝕏 Post

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામના વતની અને ભારતીય સેનાના જવાન જયદીપભાઈ રમેશભાઈ મકવાણા દેશની સેવા કરતા શહીદ થયા છે. તેમના પાર્થિવ દેહને વતન લાવવામાં આવતા સમગ્ર ગામ શોકમય બન્યું હતું.

ભાવનગર જિલ્લાના પાલીતાણા તાલુકાના રંડોળા ગામના વીર સપૂત, ભારતીય સેનામાં ફરજ બજાવતા જયદીપભાઈ રમેશભાઈ મકવાણા દેશની સેવા કરતા પોતાના પ્રાણની આહુતિ આપી શહીદ થયા છે. તા. 09/10/2026 ના રોજ ફરજ દરમિયાન શહીદ થયાના સમાચાર મળતા જ સમગ્ર રંડોળા પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું હતું. તેમના શહીદ થવાના સમાચારથી પરિવારજનો અને ગામજનોમાં ઊંડો દુઃખ પ્રસરી ગયું છે.

શહીદ જયદીપભાઈ મકવાણાના પાર્થિવ દેહને તેમના વતન રંડોળા ગામે લાવવામાં આવતા જ આખું ગામ હિબકે ચડ્યું હતું. શહીદની અંતિમ યાત્રામાં હજારોની સંખ્યામાં ગ્રામજનો, યુવાનો, વડીલો અને માતાઓએ ભાગ લીધો હતો. 'ભારત માતા કી જય' અને 'વીર શહીદ જયદીપ મકવાણા અમર રહો' ના ગગનભેદી નારાઓ સાથે સમગ્ર ગામ ગુંજી ઉઠ્યું હતું. તિરંગામાં લપેટાયેલા પાર્થિવ દેહને જોઈને પરિવારજનો અને ગ્રામજનોની આંખો ભીની થઈ ગઈ હતી. સૈન્યના જવાનો દ્વારા ગાર્ડ ઓફ ઓનર આપીને શહીદને સન્માન સાથે અંતિમ વિદાય આપવામાં આવી હતી.

રંડોળા ગામના આ વીર સપૂતે નાની ઉંમરમાં જ દેશ સેવા કરવાનો સંકલ્પ કર્યો હતો અને ભારતીય સેનામાં જોડાઈને પોતાના માતા-પિતા અને ગામનું નામ રોશન કર્યું હતું. આજે તેમના બલિદાન પર માત્ર રંડોળા જ નહીં, પણ સમગ્ર પાલીતાણા અને ભાવનગર જિલ્લાને ગર્વ છે. શહીદના પરિવારને સાંત્વના આપવા માટે આસપાસના ગામોમાંથી પણ લોકો આવી રહ્યા છે. ગામમાં હાલ ગમગીનીભર્યો માહોલ છે. વીર શહીદને ભાવભીની શ્રદ્ધાંજલિ.
📲Get App